
આ દિવસોમાં ટીવી એક્ટ્રેસ કનિકા માન (Kanika Mann) કલર્સ ચેનલ પર આવતા રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં (KKK Show) જોવા મળી રહી છે. ટીવી શો સિવાય કનિકા માન ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. જો કે, ‘ખતરો કે ખિલાડી’માં દેખાયા બાદ તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. તે સુંદર તો છે જ. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ કનિકા માને સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે બ્લાઉઝ વગરની સાડીમાં જોવા મળી રહી છે.
કનિકા બ્લાઉઝ વિના સાડી પહેરેલી જોવા મળે છે. કનિકાએ પોતાના લુક સાથે હેવી જ્વેલરી મેચ કરીને પહેરી છે. કનિકાએ તેના ગળામાં હાર, હાથમાં બંગડી, બુટ્ટી અને માંગ ટીકા પહેરી છે. કેટલાક લોકોને કનિકાના આ લુકને ખૂબ પસંદ આવ્યો, પરંતુ ઘણા લોકો એવા હતા જેમને તેનો આ બોલ્ડ લુક પસંદ ન આવ્યો. કનિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કનિકાના આ વીડિયોને વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
કનિકા માનના આ નવા લુકને જોયા બાદ લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે. કનિકા માનના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું કે, ‘ભાઈ બધાને ઉર્ફી ફિવર થઈ ગયો છે.’ તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘બહેન, તમે બ્લાઉઝ નામની વસ્તુ પહેરવાનું ભૂલી ગયા છો.’ ઘણા યુઝર્સે લખ્યું છે ત્યાં સુધી કહ્યું કે, એક ઉર્ફી ઓછી હતી શું…??
કનિકા માનની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. લોકો તેની તસવીરની રાહ જોતા રહે છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 7.4 મિલિયન ફોલોઅર્સ છે, જે તેને સતત ફોલો કરે છે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વીડિયો પણ શેર કર્યા છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કનિકા માનને ટીવી સીરિયલ ‘ગુડન તુમસે ના હો પાયેગા’ થી ઘર-ઘરમાં ઓળખ મળી હતી. આ સીરિયલ સિવાય કનિકા માન ‘બઢો બહુ’માં પણ જોવા મળી છે. ‘ખતરો કે ખિલાડી’ના અંત પછી, તે ફરીથી સિરિયલમાં પરત ફરશે તેવી અપેક્ષા છે.