Kanguva Trailer : કંગુવાનું ટ્રેલર જોશો તો બાહુબલીને પણ ભૂલી જશો, એક આંખે કાણો બોબી દેઓલ લાગે છે ભયાનક

|

Aug 12, 2024 | 5:12 PM

Bobby Deol અને Suriyaની ફિલ્મ Kanguva નું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરમાં ઘણા દ્રશ્યો ડરાવના છે. અમુક એવા પણ દ્રશ્યો છે જે બીજી ફિલ્મોની યાદ અપાવે છે. ચાલો જોઈએ 'કંગુવા'નું ટ્રેલર કેવું છે.

Kanguva Trailer : કંગુવાનું ટ્રેલર જોશો તો બાહુબલીને પણ ભૂલી જશો, એક આંખે કાણો બોબી દેઓલ લાગે છે ભયાનક
Kanguva Trailer

Follow us on

Kanguva Tailer આવી ચુક્યું છે.ટ્રેલર ખરેખર ખુબ ખતરનાક છે. જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’નું ટ્રેલર બહાર આવ્યું ત્યારે લોકોએ સંદીપ રેડ્ડી વાંગાના ખૂબ વખાણ કર્યા. એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના ટ્રેલરને આ રીતે કાપવા જોઈએ. Kanguva માટે પણ એવું જ કહી શકાય.

ઘણા સમય પછી આટલું હાઇ હિટિંગ ટ્રેલર જોવા મળ્યું છે.ટ્રેલર જોતા એમ લાગે કે આ માત્ર એક ફિલ્મ નથી પણ ગણી બધી ફિલ્મોનું મિક્સચર છે. એની વે, હવે ટ્રેલરની વાત કરીએ.

‘કાંગુવા’નું ટ્રેલર

તમિલમાં ‘કંગુવા’ નો અર્થ ‘આગ’ થાય છે અને ટ્રેલર તેના નામ જેવું જ છે. એક જંગલની વાર્તા બે લોકો વચ્ચે શરૂ થાય છે અને ફિલ્મ સંપૂર્ણપણે તેના પર આધારિત હોય તેવું લાગે છે. બોબી દેઓલ ટ્રેલરમાં સૂર્યા ભારે પડી રહ્યો છે. તેની લોહીથી ભરેલી આંખો જોઈને કોઈપણ વ્યક્તિ કંપી જાય.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

‘કંગુવા’ રિલીઝ અને કાસ્ટ

જો બધું જ આયોજન પ્રમાણે ચાલે છે, તો ‘કંગુવા’ તમિલ સિનેમાની આગામી મોટી ફિલ્મ બની શકે છે અને તેમાં માત્ર રાષ્ટ્રીય જ નહીં પણ વૈશ્વિક સફળતા મેળવવા માટેના તમામ ઘટકો છે. અહેવાલ મુજબ રૂ. 350 કરોડથી વધુના બજેટમાં બનેલી આ મોટા બજેટની ફિલ્મ દશેરા પર રિલીઝ માટે તૈયાર થઈ રહી છે. સુર્યા, બોબી અને દિશા ઉપરાંત ‘કંગુવા’માં જગપથુ બાબુ, નેટી નટરાજન, કેએસ રવિકુમાર અને કોવઈ સરલા પણ છે. આ ફિલ્મ લગભગ બે ડઝન ભાષાઓમાં 3D અને IMAX ફોર્મેટમાં રિલીઝ થવાની પણ અપેક્ષા છે.

Kanguva અને ટેક્નોલોજી

ટ્રેલરનું ટેકનિકલ પાસું ઘણું મજબૂત છે. VFX વર્લ્ડ ક્લાસ લાગે છે. એક સમયે તમે VFX છે કે નહીં તે સમજી શકતા નથી. કદાચ બધું વાસ્તવિક છે. પણ બધા જાણે છે કે ‘કાંગુવા’માં હેવી વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. CGI નો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેવી શ્રી પ્રસાદનો બેકગ્રાઉન્ડ સ્કોર દ્રશ્યો સાથે ભળતો જણાય છે. બાકી ટ્રેલરની વાત છે, પિક્ચર આવવાનું બાકી છે. તે 10મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવે તેવી શક્યતા છે.

Next Article