Tejas Trailer: એરફોર્સ પાઈલટ બનીને કંગના રનૌતે ભરી ઉડાન, શાનદાર છે તેજસનું ટ્રેલર, જોવા મળ્યો દેશ પ્રત્યેનો પ્રેમ

Tejas Trailer: બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતની (Kangana Ranaut) ફિલ્મ તેજસના ટ્રેલરની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે મેકર્સે બધાની રાહનો અંત લાવીને ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. કંગના તેના પાત્રમાં જોરદાર લાગી રહી છે. એક્ટ્રેસે આ વાત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. કંગના રનૌત ફિલ્મ 'તેજસ' દ્વારા ધૂમ મચાવવા માટે તૈયાર છે. તેજસને ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ માનવામાં આવે છે.

Tejas Trailer: એરફોર્સ પાઈલટ બનીને કંગના રનૌતે ભરી ઉડાન, શાનદાર છે તેજસનું ટ્રેલર, જોવા મળ્યો દેશ પ્રત્યેનો પ્રેમ
Film Tejas
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Oct 08, 2023 | 6:17 PM

Tejas Trailer: બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પોતાના દમ પર ફિલ્મો હિટ કરવા માટે જાણીતી છે. ખુલ્લેઆમ બધાની સામે પોતાના વિચારો રજૂ કરતી કંગના રનૌતની ફિલ્મ તેજસનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા જે હવે પૂર્ણ થઈ ગઈ છે. એક્ટ્રેસે આ વાત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. કંગના રનૌત ફિલ્મ ‘તેજસ’ દ્વારા ધૂમ મચાવવા માટે તૈયાર છે.

આજે ઈન્ડિયન એયરફોર્સ ડે છે અને તેના વચન મુજબ કંગનાએ ફિલ્મનું ટ્રેલર ફેન્સ માટે રિલીઝ કર્યું છે. ટ્રેલર એકદમ ધમાકેદાર છે. કંગના રનૌતની આ ફિલ્મ એરફોર્સના પાયલોટ તેજસ ગિલની જર્ની પર આધારિત છે. જેમણે દેશની સેવામાં કોઈ કસર છોડી ન હતી. ફિલ્મના ટ્રેલરની શરુઆત એક દમદાર ડાયલોગથી થાય છે. ભારત કો છેડોગે તો છોડગે નહીં, હવે આકાશમાંથી દુશ્મન પર હુમલો કરવામાં આવશે, હવે યુદ્ધનું એલાન કરવામાં આવશે. આવા અનેક ડાયલોગ્સ ટ્રેલરમાં તમારું દિલ જીતી લેશે.

(VC: rsvpmovies instagram)

કંગનાની ફિલ્મ તેજસનું ટ્રેલર જોશથી ભરેલું છે. કંગના તેના પાત્રમાં શાનદાર લાગી રહી છે. સર્વેશ મેવાડાએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. રોની સ્ક્રુવાલાએ તેજસને પ્રોડ્યુસ કરી છે. કંગના ટ્રેલરમાં મિશન પર જવા માટે આગળ આવે છે અને દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પરંતુ કોઈ પણ મિશન આસાન નથી હોતું. કંગનાની સામે અનેક અવરોધો આવતા જોવા મળે છે. તેજસને ભારતની પહેલી એરિયલ એક્શન ફિલ્મ માનવામાં આવે છે.

આ પણ વાંચો: પાપારાઝી પર ગુસ્સે થઈ તાપસી પન્નુ, ટોણો મારતા કહ્યું ‘ધક્કો વાગી જશે’, જુઓ Video

તમને જણાવી દઈએ કે કંગના રનૌતની ફિલ્મ 27 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ ડિસેમ્બર 2020માં રિલીઝ થવાની હતી. પરંતુ બાદમાં મેકર્સે તેને પોસ્ટપોન રાખી હતી. આ ફિલ્મ માટે કંગના રનૌતે 4 મહિનાની ટ્રેનિંગ પણ લીધી છે. એક્ટ્રેસે કોમ્બેટ ટેકનિક શીખી છએ. આ સિવાય કંગનાએ ફિલ્મના મહત્વના સીન માટે પણ ઘણી મહેનત કરી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો