કન્નડ એક્ટર ઋષભ શેટ્ટીને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેની ફિલ્મ ‘કંતારા’ દ્વારા દુનિયામાં ખ્યાતિ મેળવનાર એક્ટરને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ‘મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર’નો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે કન્નડ સિનેમાની સીમાઓ તોડીને અખિલ ભારતીય સ્તરે પોતાની ઓળખ બનાવનાર એક્ટર ઋષભ શેટ્ટીની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રીય સેન્સર બોર્ડના સભ્ય અને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સીઈઓ અભિષેક મિશ્રાએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટરને આ સન્માન 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વચ્ચે તફાવત છે. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ ભારતમાં એકમાત્ર સ્વતંત્ર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે. તેની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી. ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દાદા સાહેબ ફાળકે એવોર્ડ અલગ છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 1969માં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Love Again Trailer: હોલિવૂડ એક્ટર સેમ હ્યુગન સાથે પ્રિયંકા ચોપરાનો રોમાન્સ, શાનદાર છે બંનેની કેમેસ્ટ્રી
ઋષભ શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘કંતારા’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 16 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 309.64 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસની વાત કરીએ તો આ ફિલ્મે દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 407.82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
કંતારાને માત્ર લોકોને પસંદ જ નથી આવી, પરંતુ તેને બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી હતી. આ ફિલ્મનું બજેટ માત્ર 16 કરોડ હતું, પરંતુ આ ફિલ્મે પોતાની કમાણીથી બધાને હેરાન દીધા હતા. મેકર્સ તેનો બીજો ભાગ પણ દર્શકો માટે લઈને આવી રહ્યા છે. ઋષભ શેટ્ટીએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં કંતારા 2 વિશે જાણકારી આપી હતી. તેમના મતે બીજો ભાગ સિક્વલ નહીં પરંતુ પ્રિક્વલ હશે. તમને જણાવી દઈએ કે કંતારા 2024માં રિલીઝ થઈ શકે છે.
Published On - 8:43 pm, Wed, 15 February 23