BTS Band: K-pop બેન્ડ BTS સભ્યો દેખાશે ડિઝની પ્લસના ત્રણ વિશિષ્ટ પ્રોજેક્ટ્સમાં, કંપનીએ કરી જાહેરાત

|

Jul 12, 2022 | 10:03 AM

વોલ્ટ ડિઝની (Walt Disney) દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, કંપની 5 વૈશ્વિક કન્ટેન્ટ પ્રોજેક્ટ પર કામ કરશે. આમાંથી ત્રણ પ્રોજેક્ટમાં BTS સભ્યો દેખાશે.

BTS Band: K-pop બેન્ડ BTS સભ્યો દેખાશે ડિઝની પ્લસના ત્રણ વિશિષ્ટ પ્રોજેક્ટ્સમાં, કંપનીએ કરી જાહેરાત
BTS

Follow us on

K-Pob બેન્ડ સ્ટાર BTS એ Disney Plus સાથે હાથ મિલાવ્યા છે. ટૂંક સમયમાં BTSના સભ્યો (BTS Members)  ડિઝની પ્લસના ત્રણ વિશિષ્ટ પ્રોજેક્ટ્સમાં કામ કરતા જોવા મળશે. હોલીવુડ રિપોર્ટસના રિપોર્ટ અનુસાર વોલ્ટ ડિઝની અને BTS સ્ટુડિયો એકસાથે આવી ગયા છે. વોલ્ટ ડિઝની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, કંપની 5 વૈશ્વિક કન્ટેન્ટ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. આમાંથી ત્રણ પ્રોજેક્ટ પર BTS સભ્યો દેખાશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં BTS બેન્ડના 7 સભ્યોએ બ્રેકની જાહેરાત કરી હતી. BTS સભ્યોએ જાહેરાત કરી હતી કે, કલાકારો હવે અલગથી પરફોર્મ કરશે.

Disney Plus BTS સભ્યો સાથે કામ કરવા માટે આતુર

દરમિયાન, ડિઝની પ્લસ કંપની દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. Disney Plus BTS બેન્ડના સભ્યો સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ડિઝની પ્લસ સહિતની વૈશ્વિક સ્ટ્રીમિંગ સેવાઓ પર શક્તિશાળી કલાકાર IP સાથે બનાવેલી તેમની મૂળ સામગ્રીને પ્રદર્શિત કરવા Hybe સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ.” કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, સાથે મળીને કામ કરવું એ અમારી સર્જનાત્મક મહત્વાકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે.

BTS બેન્ડની વાત

તમને જણાવી દઈએ કે, વર્ષ 2010માં દક્ષિણ કોરિયામાં રહેતા 7 બાળકોએ આ બેન્ડના કોન્સેપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ જૂથ સત્તાવાર રીતે વર્ષ 2013માં શરૂ કરવામાં આવ્યું હતું. તેનું પહેલું ગીત ‘2 કૂલ 4 સ્કૂલ’ 11 સપ્ટેમ્બર, 2013ના રોજ રિલીઝ થયું હતું. આ પછી બેન્ડે તેમનું પહેલું કોરિયન આલ્બમ ‘ડાર્ક એન્ડ વાઇલ્ડ’ રજૂ કર્યું. મ્યુઝિક ગ્રૂપના સાત સભ્યો ગીત રિલીઝ થયા પછી આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

23 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

જાણકારી માટે તમને જણાવી દઈએ કે BTS બેન્ડના નામે ઘણા રેકોર્ડ્સ પણ નોંધાયેલા છે. 2013થી અત્યાર સુધીમાં 9 વર્ષમાં, આ બેન્ડે 5 કોરિયન આલ્બમ્સ અને 4 જાપાનીઝ આલ્બમ બહાર પાડ્યા છે. આ સિવાય બેન્ડે 5થી વધુ લાઈવ કોન્સર્ટ પણ કર્યા છે. આ બેન્ડને વિશ્વભરમાંથી 463 એવોર્ડ મળ્યા છે. એટલું જ નહીં તેના નામે 23 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે.

તે જ સમયે, ગયા વર્ષે 2021માં રિલીઝ થયેલા આ બેન્ડના એક ગીત ‘બટર’ એ 5 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા. યુટ્યુબ પ્રીમિયરમાં સૌથી વધુ વ્યુઝ મેળવવાનો રેકોર્ડ પણ આ વીડિયો ગીતના નામે છે.

Published On - 10:01 am, Tue, 12 July 22

Next Article