Tehran First Look Teaser Out: જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘તેહરાન’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો, એક્ટરનો જોવા મળ્યો અનોખો અવતાર

John Abraham Tehran Teaser Video: હાલમાં જૉન અબ્રાહમની ફિલ્મ તેહરાનનું ટીઝર વીડિયો રિલીઝ થયો છે, જેની જાણકારી અભિનેતાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરી છે

Tehran First Look Teaser Out: જ્હોન અબ્રાહમની ફિલ્મ તેહરાનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો, એક્ટરનો જોવા મળ્યો અનોખો અવતાર
જ્હોન અબ્રાહમની ફિલ્મ 'તેહરાન'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 11, 2022 | 3:16 PM

John Abraham Tehran Teaser Video: બોલીવુડ અભિનેતા જૉન અબ્રાહમ (John Abraham) લાંબા સમયથી લાઈમ લાઈટથી દુર છે, ફરી એકવખત અભિનેતા ઈન્ડસ્ટ્રીમાં પાછો ફર્યો છે. જોન અબ્રાહમ પોતાની આગામી ફિલ્મને લઈ ચર્ચામાં છે. અભિનેતા એક સાથે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, કહી શકાય કે અભિનેતા ટુંક સમયમાંજ બોક્સ ઓફિસ પર ધમાકો કરવાની તૈયારીમાં છે.તેણે હાલમાં તેની આગામી ફિલ્મ તેહરાન (Tehran)નો પહેલા ટીઝર લુક શેર કર્યો છે. અભિનેતાએ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દીધું છે, જેની જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જૉન અબ્રાહમે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ તેહરાનનો પ્રથમ લુક શેર કર્યો છે. જે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાય ગયો છે. જેમાં લોકોને અભિનેતાનો દમદાર લુક પણ પસંદ આવી રહ્યો છે

 

 

ફિલ્મનો પ્રથમ લુક દમદાર છે

તમને જણાવી દઈએ કે, જૉન અબ્રાહમે થોડી વાર પહેલા જ તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગનું એલાન કર્યું છે, તેમણે સોશિયલ મીડિયા પર તેહરાનને લઈ જાણકારી શેર કરી છે. ઈન્સ્ટ્રાગ્રામ પર ફિલ્મનો પ્રથમ લુક શેર કરતા જૉન અબ્રાહમે લખ્યું કે, ગણતંત્ર દિવસ 2023ને લઈ તૈયાર થઈ જાવ, મારી આગામી ફિલ્મ તેહરાન હશે, જેનું નિર્દેશન અરુણ ગોપાલન કરી રહ્યા છે.

સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો

ફિલ્મના પહેલા લુકમાં બોલીવુડ અભિનેતા જૉન અબ્રાહમનો અંદાજ ખુબ જ અલગ જોવા મળી રહ્યો છે. ફિલ્મ તેહરાન એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. ગોપાલન આ ફિલ્મ દ્વારા ફિલ્મમેકિંગમાં પોતાનું ડેબ્યું કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિઝાન કરશે. તમને જણાવી દઈએ કે, દિનેશે ફિલ્મ બદલાપુર, સ્ત્રી અને મિમી જેવી ફિલ્મોમાં પોતાનો યોગદાન આપ્યું છે, રિતેશ શાહ અને આશીષ પ્રકાશ વર્મા જોનની આગામી ફિલ્મના લેખક છે

બોલીવુડના (Bollywood) જાણીતા અભિનેતા જ્હોન અબ્રાહમે (John Abraham) તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ એટેક (Attack) બોક્સ ઓફિસ પર પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા પછી એક લાંબી ઈમોશનલ નોંધ લખી છે. તેની નોંધમાં અભિનેતાએ તમામ દર્શકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેને આ ફિલ્મમાં તેના કામ પર ગર્વ છે. તેણે નિવેદન બહાર પાડ્યા પછી તેને તેના ચાહકો તેમજ તેના ભૂતપૂર્વ સહ કલાકાર અભિષેક બચ્ચનનો ટેકો મળ્યો હતો.