તાજેતરમાં જ પોતાના જન્મદિવસના અવસર પર શાહરૂખ ખાને ચાહકોને Pathaanના ટીઝરના રૂપમાં ભેટ આપી હતી. જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. આ ફિલ્મ દ્વારા કિંગ ખાન લાંબા સમય પછી પડદા પર જોવા મળશે. જ્હોન અબ્રાહમે પઠાણના ટીઝરમાં પોતાની એક્ટિંગ બતાવીને બધાને દંગ કરી દીધા છે. જેમાં તે શાહરૂખ ખાનના કટ્ટર દુશ્મનનો રોલ કરે છે તેમજ જ્હોનને ખૂબ જ શાનદાર અવતારમાં રજૂ કરવામાં આવ્યો છે. એક ક્રૂર વિલન જે પૈસા લઈને તેના દુશ્મનનો સંપૂર્ણ નાશ કરવા માંગે છે. સિદ્ધાર્થે કહ્યું કે, માત્ર જ્હોન જ પાત્ર સાથે ન્યાય કરી શકે છે. તે પોતે પણ ઉત્સાહિત હતો કે તેને પઠાણ માટે હા પાડી દીધી છે.
સિદ્ધાર્થ કહે છે, પઠાણને લાર્જર ધેન લાઈફ બનાવવા માટે અમને એક ખતરનાક વિલનની જરૂર હતી. જે લાર્જર ધેન લાઈફ હોય. અમને કોઈ એવી વ્યક્તિ જોઈતી હતી જે નિર્દય તેમજ શાલીન હોય અને જેની સ્ક્રીન પર હાજરી સ્ક્રીનને આગ લગાડે તેવી હોય, જે બધા જ ગુણો જ્હોનમાં જોવા મળ્યા છે. પઠાણમાં વિલનનું પાત્ર જ્હોન અબ્રાહમને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું.
સિદ્ધાર્થ ઉમેરે છે, તે અમારી પહેલી અને એકમાત્ર પસંદગી હતી અને અમને ખાતરી હતી કે અમને એવો ખલનાયક જોઈએ છે, જેને હંમેશા યાદ કરવામાં આવે. મને એ જોઈને આનંદ થાય છે કે શાહરૂખ ખાનને હરીફ કરતા બ્લડ-ક્લોટિંગ, એડ્રેનાલાઈન-પમ્પિંગ વિલન તરીકે જ્હોનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે તેને દરેક અર્થમાં યુનિક બનાવે છે. જ્હોન સ્ક્રીન પર પઠાણનો સંપૂર્ણ વિરોધી છે અને અમે તેની પ્રતિસ્પર્ધાને શાનદાર બનાવી છે. તે રોમાંચક મુકાબલો બનવા જઈ રહ્યો છે.
સિદ્ધાર્થે વધુમાં કહ્યું, અમારા માટે પઠાન માત્ર એક ફિલ્મ નથી, તે એક લાગણી છે કારણ કે અમારું લક્ષ્ય ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોટા ઓન-સ્ક્રીન આઈકોન્સમાંના એક સાથે સૌથી મોટું એક્શન સ્પેક્ટેકલ બનાવવાનું છે. 25 જાન્યુઆરી, 2023ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.