Jawan Film Poster : હાથમાં ગન લઈને નવા લુકમાં જોવા મળી નયનતારા, SRKએ ટ્વીટ કરીને કહી આ વાત

Jawan Film New Poster : 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જવાન'નું નવું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. નવા પોસ્ટરમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ નયનતારાના ફુલ ઓન એક્શન અવતાર જોવા મળી રહ્યા છે.

Jawan Film Poster : હાથમાં ગન લઈને નવા લુકમાં જોવા મળી નયનતારા, SRKએ ટ્વીટ કરીને કહી આ વાત
Jawan Film New Poster
| Edited By: | Updated on: Jul 17, 2023 | 3:59 PM

Jawan Film Poster : શાહરૂખ ખાન અભિનિત ‘જવાન’ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. તાજેતરમાં જ આ ફિલ્મનો જોરદાર પ્રીવ્યૂ રીલિઝ થયો હતો. જેને ચાહકો દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તેની સાથે જ આ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા પણ વધી ગઈ છે. ‘જવાન’માં કિંગ ખાન પહેલીવાર સાઉથની અભિનેત્રી નયનતારા સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે. બીજી તરફ શાહરૂખે હવે સોશિયલ મીડિયા પર નવું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મની અભિનેત્રીનો લુક જાહેર કર્યો છે.

આ પણ વાંચો : Shah Rukh Khan : બોલિવુડનો રોમાન્સ કિંગ શાહરુખ ખાન કેમ વળ્યો એક્શન ફિલ્મો તરફ, જાણો આ તો નથી ને કારણ?

SRKએ પોસ્ટર રિલીઝ કર્યું

શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર જવાનનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ નવા પોસ્ટરમાં અભિનેત્રી નયનતારાનો ફાયર લુક જોવા મળી રહ્યો છે. નયનતારા હાથમાં બંદૂક સાથે ફૂલ ઓન એક્શન અવતારમાં જોવા મળી રહી છે. આ પોસ્ટરને શેર કરતા શાહરૂખ ખાને લખ્યું, “તે તોફાન પહેલાની ગર્જના છે! નયનતારા.”

‘જવાન’ એક યૂનિવર્સલ સ્ટોરી

‘જવાન’ વિશે વાત કરતા શાહરૂખ ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જવાન’ એક યૂનિવર્સલ સ્ટોરી છે. જે ભાષાઓ અને ભૌગોલિક વિસ્તારોને પાર કરે છે અને તે બધાને માણવા માટે છે. આ અનોખી ફિલ્મ બનાવવાનો શ્રેય એટલીને જાય છે. મારા માટે એક સરસ અનુભવ છે. કારણ કે, મને એક્શન મૂવીઝ ગમે છે! ટીઝર એ આઇસબર્ગની માત્ર એક નાની ટીપ છે અને આ એ વાતની ઝલક આપે છે કે હવે બીજું નવું શું આવશે.”

ફેન્સમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ

તમને જણાવી દઈએ કે, ‘જવાન’માં નયનતારા અને શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, વિજય સેતુપતિ, યોગી બાબુ અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. જણાવી દઈએ કે જવાનમાં શાહરૂખ ખાનનો અલગ જ લુક જોવા મળશે. શાહરૂખનો ફિલ્મમાં બાલ્ડ લુક પણ જોવા મળે છે. તે જ સમયે ચાહકો ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો