મુસ્લિમ મહિલાઓની હરાજી વાળી Bulli Bai એપ પર જાવેદ અખ્તર ભડક્યા , પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા સવાલ

|

Jan 04, 2022 | 7:40 AM

જાવેદ અખ્તર અવારનવાર દેશના મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરતા રહ્યા છે. માત્ર આ એપ જ નહીં, પરંતુ જાવેદ અખ્તરે ગયા મહિને હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદ પર પણ ટિપ્પણી કરી હતી જેમાં મુસ્લિમો વિરુદ્ધ કેટલાક પ્રતિભાગીઓ દ્વારા કથિત રીતે નફરતભર્યા ભાષણો આપવામાં આવ્યા હતા.

મુસ્લિમ મહિલાઓની હરાજી વાળી Bulli Bai એપ પર જાવેદ અખ્તર ભડક્યા , પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા સવાલ
Javed Akhtar (File photo)

Follow us on

દિગ્ગજ લેખક જાવેદ અખ્તરે (Javed Akhtar) સેંકડો મુસ્લિમ મહિલાઓની ઓનલાઈન હરાજી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( pm modi) મૌન પર સવાલ ઉઠાવ્યા છે. જાવેદ અખ્તરે સોમવારે એક ટ્વિટમાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓની ઉત્પીડન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનથી તેઓ ચોંકી ગયા છે. જાવેદ અખ્તરે મુસ્લિમ મહિલાઓની તસવીરો સાથે ચેડા કરીને મુસ્લિમો વિરુદ્ધ નફરતના અપરાધ ફેલાવવાની પણ નિંદા કરી છે.

જાવેદ અખ્તરે પોતાના ટ્વિટમાં લખ્યું- સો મહિલાઓની ઓનલાઈન હરાજી થઈ રહી છે. કહેવાતી ધર્મ સંસદ લગભગ 200 મિલિયન ભારતીયોના નરસંહાર પર સેના, પોલીસ અને લોકોને સલાહ આપે છે. હું વિશેષ રીતે ખાસ કરીને વડાપ્રધાન સહિત દરેકના મૌનથી ચોંકી ગયો છું. શું આ બધાનો સાથ છે?

આ સેલિબ્રિટીઓએ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી

અગ્રણી વ્યક્તિઓ સહિત સેંકડો મુસ્લિમ મહિલાઓને ‘Bulli Bai ‘ નામની એપ પર હરાજી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ મહિલાઓના ફોટોગ્રાફ્સ પરવાનગી વિના લેવામાં આવ્યા હતા અને તેમની છેડતી પણ કરવામાં આવી હતી. એક વર્ષથી ઓછા સમયમાં આવું બીજી વખત બન્યું છે. જાવેદ અખ્તર અવારનવાર દેશના મુદ્દા પર મુક્તિ સાથે પોતાનો મત વ્યક્ત કરતા રહ્યા છે. માત્ર આ એપ જ નહીં, પરંતુ જાવેદ અખ્તરે ગયા મહિને હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદ પર પણ ટિપ્પણી કરી હતી જેમાં મુસ્લિમો વિરુદ્ધ કેટલાક પ્રતિભાગીઓ દ્વારા કથિત રીતે નફરતભર્યા ભાષણો આપવામાં આવ્યા હતા. આ મામલામાં 10 લોકો વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધવામાં આવી છે

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

માત્ર જાવેદ અખ્તર જ નહીં પરંતુ તેમના પુત્ર ફરહાન અખ્તરે પણ પોતાના એક ટ્વિટમાં આ એપની નિંદા કરી છે. ફરહાને પોતાના ટ્વિટમાં લખ્યું- આ ખૂબ જ શરમજનક છે. હું પ્રશાસનને વિનંતી કરું છું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વાસ્તવમાં ફરહાને આ ટ્વીટ ત્યારે કરી જ્યારે ઈસ્મત આરા નામની મહિલાએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો. ફરહાને ઈસ્મત આરાના ટ્વીટ પર પોતાની કમેન્ટ કરી હતી.

ફરહાન ઉપરાંત, સ્વરા ભાસ્કર અને રિચા ચઢ્ઢા જેવી બોલિવૂડ હસ્તીઓએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને આરોપીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે,મુંબઈ પોલીસ સાયબર ક્રાઈમ દ્વારા આ એપ માટે બેંગ્લોરથી 21 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : OMG ! મંગળ ગ્રહ પર મનુષ્ય બનશે નરભક્ષી, લોકો જીવવા માટે એકબીજાને મારીને ખાશે

આ પણ વાંચો : કોરોના નિયમોનું ઉલંઘન કરતા લોકોની ખેર નથી: AMCએ બે દિવસમાં માસ્ક વગરના આટલા લોકોને ફટકાર્યો દંડ

Next Article