Goodluck Jerry : હે ભગવાન ! ગાળો બોલવાની ટ્રેનિંગ ? આ રિયાલીટી છે કે એક્ટિંગ ?

|

Jul 14, 2022 | 2:36 PM

ગુડલક જેરીની (Goodluck Jerry) વાર્તા એક યુવતી છોકરીના જીવનની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં મેઈન લીડ જેરી અને તેના સંઘર્ષ વિશે બતાવવામાં આવ્યું છે, તે કેવી રીતે તેની બીમાર માતાને બચાવવા માટે કોશિશ કરીને આગળ વધે છે.

Goodluck Jerry : હે ભગવાન ! ગાળો બોલવાની ટ્રેનિંગ ? આ રિયાલીટી છે કે એક્ટિંગ ?
jhanvi kapoor
Image Credit source: Social Media

Follow us on

જ્હાનવી કપૂર (Jhanvi Kapoor) ટૂંક સમયમાં જ તેના નવા ગેટઅપથી તમને ચોંકાવી દેશે. સિટી ગર્લ જ્હાનવી કપૂર ટૂંક સમયમાં બિહારની એક સામાન્ય છોકરીની રૂપમાં જોવા મળશે. જે જિંદગીને જીવવાનું જાણે છે, મુશ્કેલીઓ સામે લડીને ખુશ રહે છે અને ગાળો બોલે છે. જ્હાન્વી કપૂર ગુડલક જેરીમાં (Goodluck Jerry) તમને ગાળો બોલતી જોવા મળશે, તે પણ ટિપિકલ બિહારી સ્ટાઈલમાં બોલે છે. ગાળો બોલવા માટે જ્હાન્વી કપૂરે સ્પેશિયલ ટ્રેનિંગ લીધી છે. આ ફિલ્મમાં મેઈન લીડ જેરી અને તેના સંઘર્ષ વિશે બતાવવામાં આવ્યું છે, તે કેવી રીતે તેની બીમાર માતાને બચાવવા માટે કોશિશ કરીને આગળ વધે છે.

જ્હાનવીએ લીધી ટ્રેનિંગ

જ્હાનવીએ ગુડલક જેરી માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધી છે. જ્યાં તે બિહારી એક્સેંટમાં વાતો કરતી અને ગાળો બોલતી જોવા મળશે. ફિલ્મમાં તેની બોલી પર કોમેન્ટ કરતા જાહ્નવી કપૂરે કહ્યું, “મેં બિહારી બોલી માટે ખૂબ જ ટ્રેનિંગ લીધી હતી. અમારી પાસે ગણેશ સર અને મિસ્ટર વિનોદ નામના કેટલાક કોચ હતા. અમે એક વર્કશોપમાં ભાગ લીધો હતો અને તે બધા ગીતો સાંભળ્યા હતા. , તેમણે મને અભ્યાસ પણ કરાવ્યો અને ટ્રેનિંગ દરમિયાન બિહારી ગાળો પણ બોલાવતા હતા. આખું સેશન ખૂબ જ મજેદાર હતું. મારા દેશના તે વર્ગની બોલી જાણવા માટે હું ખૂબ જ આભારી છું.”

ડિઝની + હોટસ્ટારની એક સામાન્ય કોમેડી ગુડલક જેરી સાથે મેકર્સ જીવંત રહેવાની એક સંપૂર્ણ નવી વાર્તા રજૂ કરે છે. ગુડલક જેરીની વાર્તા, એક યુવા છોકરીના જીવનની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં મેઈન લીડ જેરી અને તેના સંઘર્ષ વિશે બતાવવામાં આવ્યું છે, તે કેવી રીતે તેની બીમાર માતાને બચાવવા માટે કોશિશ કરીને આગળ વધે છે. પરંતુ તેનો રસ્તો આ સફરમાં ઉતાર-ચઢાવથી ભરેલો છે અને કોઈ પણ સપોર્ટ વિના તેને આ સફરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેની વચ્ચે ઘણા કોમેડી સીન આવે છે.

આ પણ વાંચો

આ ફિલ્મમાં જ્હાનવી કપૂરની સાથે દિપક ડોબરિયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ અને સુશાંત સિંહ જેવા શાનદાર કલાકારોની ટીમ છે. સિદ્ધાર્થ સેન અને આનંદ એલ રાયના કલર યલો ​​પ્રોડક્શન્સ, લાયકા પ્રોડક્શન્સ અને મહાવીર જૈન દ્વારા ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 29 જુલાઈ, 2022ના રોજ ડિઝની+ હોટસ્ટાર પર રિલીઝ થશે.

Published On - 12:41 pm, Thu, 14 July 22

Next Article