Viral Video : શિખર-જાન્હવીનું થયું પેચ અપ? કારમાં એકસાથે જોવા મળ્યા, કેમેરા જોતા છુપાવ્યા ફેસ

બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર (Janhvi Kapoor) અને શિખર પહાડિયા રિયા કપૂરની પાર્ટીમાં એકસાથે જોવા મળ્યા હતા. આ બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે તેમનો આ વીડિયો તેમની રિલેશનશિપને ઓફિશિયલ કરે છે.

Viral Video : શિખર-જાન્હવીનું થયું પેચ અપ? કારમાં એકસાથે જોવા મળ્યા, કેમેરા જોતા છુપાવ્યા ફેસ
Janhvi Kapoor
Image Credit source: Manav Manglani
| Edited By: | Updated on: Jan 05, 2023 | 7:44 PM

બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. તેનું કારણ જાન્હવીની તેના એક્સ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથેની વધતી જતી નિકટતા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તાજેતરમાં જ જાન્હવી અને શિખર બંને માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા હતા. માલદીવથી વાઈરલ થયેલા આ બંનેના ફોટો જોઈને અંદાજો લગાવી શકાય છે કે બંને એકબીજા સાથે ‘ક્વોલિટી ટાઈમ’ સ્પેન્ડ કરી રહ્યા છે. બંને વિદેશમાં જ નહીં પરંતુ મુંબઈમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.

થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈમાં જાન્હવી કપૂરે શિખર સાથે ટ્વિનિંગ કર્યું હતું. સગાઈમાં સામેલ થયા પછી ફરી એકવાર જાન્હવી અને શિખરને પાપારાઝીએ તેમના કેમેરામાં કેદ કર્યા હતા. જાન્હવી અને શિખર એક જ કારમાં જોવા મળ્યા હતા. બંને સાથે રિયા કપૂરની બર્થડે પાર્ટીમાં જઈ રહ્યા છે. કેમેરા તરફ જોતી વખતે જાન્હવી પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન બંને હસતા જોવા મળે છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે તેમનો આ વીડિયો તેમની રિલેશનશિપને ઓફિશિયલ કરે છે.

અહીં જુઓ જાન્હવી અને શિખરનો વીડિયો

રિલેક્સ મૂડમાં જોવા મળી હતી જાન્હવી કપૂર

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જાન્હવી કપૂરે પાર્ટી ડ્રેસને બદલે કેઝ્યુઅલ આઉટફિટ પહેર્યો છે. જાન્હવી કપૂર સફેદ રંગના સ્વેટશર્ટમાં રિલેક્સ જોવા મળી રહી હતી. તો શિખરે બ્લુ કલરનું ટી-શર્ટ પહેર્યું હતું.

પૂર્વ સીએમનો પૌત્ર છે શિખર

તમને જણાવી દઈએ કે જાન્હવી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા જાન્હવી કપૂર અને શિખરે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ એકબીજાથી અલગ થયા બાદ બંને જીવનમાં મૂવ ઓન કર્યું હતું. કોફી વિથ કરણમાં શિખર વિશે પણ ચર્ચા થઈ હતી.