સુકેશ સાથે લગ્ન કરવાની હતી જેકલીન, કહ્યું મને મારો ડ્રીમ બોય….

મની લોન્ડરિંગ કેસમાં જેકલીનની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ ઓછી થતી નથી. કહેવાય છે કે એક સમયે જેકલીન ફર્નાન્ડિઝ સુકેશ ચંદ્રશેખરની ચુંગાલમાં ફસાઈ ગઈ હતી. એટલું જ નહીં તે તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગઈ. જેક્લિને તેના મિત્રોને પણ કહ્યું હતું કે તેને તેનો ડ્રીમ બોય મળી ગયો છે.

સુકેશ સાથે લગ્ન કરવાની હતી જેકલીન, કહ્યું મને મારો ડ્રીમ બોય....
Jacqueline Fernandez and Sukesh Chandrashekar
| Edited By: | Updated on: Sep 17, 2022 | 7:57 PM

મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ સતત વધી રહી છે. EOW દ્વારા જેકલીનની સતત કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EOW એ જેકલીન માટે સવાલોની લાંબી લિસ્ટ તૈયાર કરી હતી, જેમાં તેને 200 કરોડની છેતરપિંડી વિશે પૂછવામાં આવ્યું હતું. મળતી જાણકારી મુજબ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekar) જેકલીનને 10 કરોડ રૂપિયાની કિંમતી ગિફ્ટ આપી હતી. હવે જેકલીન અને સુકેશના સંબંધોને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુકેશ જેકલીનનો ડ્રીમ બોય છે, જેની સાથે તે એક સમયે લગ્ન કરવા માંગતી હતી.

સુકેશ સાથે લગ્ન કરવા માંગતી હતી જેકલીન

મની લોન્ડરિંગ કેસમાં જેકલીનની મુશ્કેલીઓ ઓછી થતી નથી. કહેવાય છે કે એક સમયે જેકલીન ફર્નાન્ડિઝ સુકેશ ચંદ્રશેખરની ચુંગાલમાં ફસાઈ ગઈ હતી. એટલું જ નહીં તે તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગઈ. જેક્લિને તેના મિત્રોને સુકેશ વિશે કહ્યું, મને મારો ‘ડ્રીમ બોય’ મળી ગયો છે.

200 કરોડની છેતરપિંડીના કેસમાં EOWએ સુકેશ વિરુદ્ધ મકોકા હેઠળ કેસ નોંધ્યો છે અને તે જ કેસની તપાસ કરતી વખતે EOWની ટીમે જેકલીનની 8 કલાક પૂછપરછ કરી હતી. EOWની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે સુકેશ જેકલીનને પોતાની બનાવવામાં વ્યસ્ત હતો. એક્ટ્રેસને ખુશ કરવા માટે સુકેશે જેકલીન અને તેના નજીકના લોકો પર ઘણા પૈસા ખર્ચ કર્યા હતા.

મિત્રોને કર્યો હતો પ્રેમનો ઉલ્લેખ

જેકલીનને એ પણ ખબર ન હતી કે તે ક્યારે મહાઠગ સુકેશની જાળમાં ફસાઈ ગઈ અને તેના મનમાં લગ્ન કરવાનો વિચાર આવી ગયો. સૂત્રોના જણાવ્યા મુજબ જેક્લિને તેના કેટલાક મિત્રોને પણ કહ્યું હતું કે મને મારો ડ્રીમ બોય મળી ગયો છે અને તે જલ્દી જ બધાની સામે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે EOW ટીમે આ મામલે જેકલીનના ડ્રેસ ડિઝાઈનરને પણ બોલાવ્યા છે. ડ્રેસ ડિઝાઈનર મુંબઈમાં રહે છે. EOWની ટીમ સોમવારે તેની પૂછપરછ કરશે.

તપાસમાં સામે આવ્યું છે કે જેકલીનને ઈમ્પ્રેસ કરવા માટે સુકેશે જેકલીનના ડ્રેસ ડિઝાઈનરને મોટી રકમ આપી હતી અને કેટલાક ડ્રેસ પણ મોકલ્યા હતા, જેથી તે જેકલીનને પોતાની જાળમાં ફસાવી શકે. જેકલીનને સુકેશ ઈમ્પ્રેસ કરી ચૂક્યો હતો અને જેકલીન તેનાથી ઈમોશનલી એટેચ થઈ ગઈ હતી. પરંતુ એક દિવસ તેના હેર ડ્રેસરે જેકલીનને અખબારનું કટિંગ બતાવ્યું, જેમાં સુકેશનો જૂનો ગુનાખોરીનો ઇતિહાસ લખાયેલો હતો. આ સમાચાર વાંચીને જેકલીન ખૂબ જ ગુસ્સે થઈ હતી.

પિંકી ઈરાનીએ આવી રીતે જેકલીનને મનાવી

જેકલીને આ વાતનો ઉલ્લેખ પિંકી ઈરાનીને કર્યો હતો, પરંતુ પિંકી ઈરાનીએ તેના બાળકોના સોગંદ ખાઈને જેકલીનને સમજાવવાની કોશિશ કરી હતી. પિંકીએ તેને ખાતરી આપી કે સુકેશ આવો નથી. કદાચ આ જ કારણ છે કે જ્યારે પિંકી અને જેકલીનને EOW ટીમે સામસામે બેસીને પૂછપરછ કરી ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો અને એકબીજા પર આરોપ લગાવ્યા. જેકલીને તપાસમાં પિંકીની સામે કહ્યું હતું કે આ પિંકી ઈરાનીએ ખોટું બોલીને મારો પરિચય કરાવ્યો હતો.

Published On - 7:41 pm, Sat, 17 September 22