જેકલીન ફર્નાન્ડીઝની સાથે ફેશન ડિઝાઈનર લિપાક્ષીની આજે થશે પૂછપરછ, EOW પાઠવ્યું સમન્સ

જેકલીન ફર્નાન્ડીઝની મુસીબતો દિવસેને દિવસે વધી રહી છે. આજે ફરી એકવાર તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તેની સાથે આજે ફેશન ડિઝાઇનર લિપાક્ષીની પણ પૂછપરછ કરવામાં આવશે.

જેકલીન ફર્નાન્ડીઝની સાથે ફેશન ડિઝાઈનર લિપાક્ષીની આજે થશે પૂછપરછ, EOW પાઠવ્યું સમન્સ
જેકલીન ફર્નાન્ડીઝની સાથે ફેશન ડિઝાઈનર લિપાક્ષીની પણ આજે થશે પૂછપરછ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 19, 2022 | 9:38 AM

Jacqueline Fernandez : મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez )ની દિલ્હી પોલીસ ફરી એકવાર પૂછપરછ કરી રહી છે. તેને સોમવાર, 19 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યે દિલ્હી પોલીસની Economic Offenses Wing પૂછપરછ માટે બોલાવી છે. જેકલીન ફર્નાન્ડીઝની સાથે જાણીતા ફેશન ડિઝાઈનર લિપાક્ષીને પણ પોલીસે સમન્સ પાઠવ્યા છે. દિલ્હી પોલીસના EOW દ્વારા પણ આજે તેની પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછ દરમિયાન અભિનેત્રી અને ડિઝાઇનર બંને સામસામે હશે.

બંન્નેને સાથે બેસાડી થઈ શકે છે પૂછપરછ

 

 

 

મીડિયા રિપોર્ટસ અનુસાર મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વાર ફેશન ડિઝાઈનર લિપાક્ષીએ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે મોંધા ડ્રેસ બનાવવા પૈસા આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને બોલાવવામાં આવ્યા છે ત્યારે બંન્નેની એક સાથે પુછપરછ થઈ શકે છે પરંતુ આ વાતની હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. અત્યારસુધી 3 વખત સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ છેડતી મામલે જેકલીનને દિલ્હી પોલીસ સામે હાજર રહી હતી.

નોરા ફતેહીની પણ પુછપરછ થઈ

રિપોર્સ અનુસાર જેકલીને પિંકી ઈરાનીએ સુકેશ ચંદ્રશેખરની સાથે મુલાકાત કરાવી હતી. મુંબઈની રહેવાસી પિંકી ઈરાનીને સુકેશ ચંદ્રશેખરની નજીકની માનવામાં આવે છે.માત્ર જેકલીન જ નહિ પરંતુ મશહુર ડાન્સર નોરા ફતેહીને પણ EOW સમન્સ મોકલ્યું હતુ. ઝલક દિખલાજા જજની પોલીસે 6 થી 7 કલાક સુધી પુછપરછ થઈ હતી, પરંતુ નોરાનું કહેવું છે કે, આ મામલે તે પોતે એક પીડિત હતી.

સુકેશ ચંદ્રશેખર સાથે લગ્ન કરવા માંગતી હતી જેકલીન

જેકલીન ફર્નાન્ડિઝ સુકેશ ચંદ્રશેખરને પોતાનો ડ્રીમ બોય માનતી હતી. તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી. ઈડીએ 17 ઓગસ્ટ 2022ના રોજ રોજ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આરોપીઓના નામમાં ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડિસનો સમાવેશ કર્યો છે. ED અનુસાર સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને ડ્રેસ, વાહન સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી છે. જેકલીનની સાથે નોરા ફતેહીને પણ મોંઘી ભેટ મળી છે.

Published On - 9:31 am, Mon, 19 September 22