Jacqueline Fernandez : જેકલીનના મેનેજરને પણ મળી હતી મૂલ્યવાન ભેટ , EOWએ કબજે કરી ડુકાટી બાઈક

Jacqueline Fernandezની EOWની પૂછપરછમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુકેશે જેકલીનના મેનેજરને એક કીમતી બાઇક ભેટમાં આપી હતી જે જપ્ત કરી લેવામાં આવી છે.

Jacqueline Fernandez : જેકલીનના મેનેજરને પણ મળી હતી મૂલ્યવાન ભેટ , EOWએ કબજે કરી ડુકાટી બાઈક
Jacqleine nora pinki
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:58 AM

ઠગ સુકેશ ચંદ્રશેખર રેપ કેસમાં (Sukesh Chandrasekhar Rape Case) ફસાયેલી બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહીને (Nora Fatehi) લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ સાથે પૂછપરછ બાદ જે ખુલાસો થયો છે. તેનાથી બધા ચોંકી ગયા છે. EOW મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં દરેક એંગલથી તપાસ કરી રહી છે. જેકલીનની સાથે તેના મેનેજર પ્રશાંતને પણ સુકેશ પાસેથી મોંઘીદાટ ભેટ મળી છે, જે દિલ્હી પોલીસે તપાસમાં શોધી કાઢી છે. હવે ઇકોનોમિક ઓફેન્સ વિંગે મેનેજર પાસેથી બાઇક કબજે કરી છે.

8 કલાક સુધી ચાલી જેકલીનની પૂછપરછ

તમને જણાવી દઈએ કે, મની લોન્ડરિંગ કેસમાં તપાસ ટીમ દરેક પાસાઓની પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે જેકલીન ફર્નાન્ડીઝના મેનેજર પાસેથી 8 લાખ રૂપિયાની કિંમતની બાઈક જપ્ત કરી છે, જે ખૂબ જ કિંમતી છે. જણાવી દઈએ કે, બુધવારે લગભગ 8 કલાક સુધી ચાલેલી જેકલીનની પૂછપરછમાં EOWએ મોટી કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, EOW એ તપાસ બાદ દાવો કર્યો છે કે, સુકેશ ચંદ્રશેખરે ડુકાટી કંપનીની આ લક્ઝરી બાઇક જેકલીનના મેનેજરને છેતરપિંડીના પૈસાથી ભેટમાં આપી હતી.

પિંકી-જેકલીન આવી સામ-સામે

જ્યાં એક તરફ જેકલીનને પૂછપરછ માટે દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગની ઓફિસમાં હાજર થવું પડ્યું છે. તે જ સમયે, આ કેસમાં નોરા ફતેહી પર દિલ્હી પોલીસ સતત પુછપરછ કરી રહી છે. આ પહેલા બુધવારે સુકેશની નજીકની સાથી પિંકી ઈરાનીને અને જેકલીનને રૂબરૂ બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ ગુરુવારે પિંકીને સામે બેસાડી નોરા ફતેહી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી.

નોરાના જીજાજીને પણ મળી મોંઘી ભેટ

જેકલીનના મેનેજર ઉપરાંત સુકેશે નોરા ફતેહીની વહુને પણ કિંમતી ભેટ આપી હતી. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી નોરા ફતેહીની પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે, સુકેશે નોરાના જીજાજી બોબીને પણ 65 લાખ રૂપિયાની BMW કાર ગિફ્ટ કરી હતી. પિંકી અને બોબીએ EOW અધિકારીઓ સમક્ષ ભેટની કબૂલાત કરી હતી.

Published On - 9:58 am, Fri, 16 September 22