Jackie Shroff Talks Cm Yogi About Popcorn Price In Theater: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 2-દિવસીય મુંબઈ પ્રવાસ પર છે. યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023 માટે ઈન્વેસ્ટર્સને બોલવવા માટે મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં યોગીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ સાથે પણ વાત કરી હતી. યોગી આદિત્યનાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્માતા અને નિર્દેશકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બોની કપૂર, સોનુ નિગમ, કૈલાશ ખેર, સુનીલ શેટ્ટી, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, મધુર ભંડારકર અને રાજકુમાર સંતોષી જેવી મોટી ફિલ્મ હસ્તીઓએ હાજરી આપી હતી. બધાએ સીએમ યોગીના કામની પ્રશંસા કરી હતી અને કહ્યું કે યુપીમાં હવે ફિલ્મોના શૂટિંગ માટે સારું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ દરમિયાન જેકી શ્રોફે એક ખૂબ જ ફની વાત કહી હતી.
CM योगी से बोले जैकी श्रॉफ़- घर का खाना चाहिए तो मिल जाएगा. थिएटर में पॉपकॉर्न की कीमत कम करो. pic.twitter.com/dqXFXXhrPo
— UnSeen India (@USIndia_) January 6, 2023
એક્ટર જેકી શ્રોફે કહ્યું કે તેને સીએમ યોગી આદિત્યનાથનું પોતાની સ્ટાઈલમાં સ્વાગત કર્યું. જેકી શ્રોફે કહ્યું કે જ્યારે પણ તમે ઘરે બનાવેલું ફુડ જોઈએ તો ઓર્ડર કરજો તો મળી જશે. જેકી શ્રોફે કહ્યું, થિયેટરમાં પોપકોર્નની કિંમત થોડી ઓછી કરો સાહેબ. 500 રૂપિયા આપીને પોપકોર્ન ખાવા પડે છે, આ કેવી વાત? વધુમાં વાત કરતા કહ્યું કે અબ ઉત્તર પ્રદેશ મેં જબ સિનેમા હોલ બનાએંગે તો એસા ઉનકો દંડ રખના કિ ઈતના નહીં ખા સકતે ભાઈ. ખાઓ પર પેટ ન ફટ જાય, ખાઓ ઔર ખિલાઓ લેકિન ઈતના કૈસે ખા સકતે હૈ યાર. ફિલ્મ સીટી બનાઓ.. પિક્ચર બનાઓ, લેકિન એસા રહા તો ફિલ્મ દેખને કૌન જાએગા.. એસા ન હો બેચારા કંગાલ હોકર જાએ…
તમને જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથ યુપીમાં ફિલ્મ સિટી બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સુરક્ષિત વાતાવરણ અને સારી કનેક્ટિવિટીની સુવિધા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકારની ફિલ્મ નીતિ હેઠળ જો યુપીમાં કોઈપણ વેબ સિરીઝનું શૂટિંગ થશે તો તેને 50 ટકા સબસિડી આપવામાં આવશે. સ્ટુડિયો અને ફિલ્મ લેબ બનાવવા માટે 25 ટકા સબસિડી આપવામાં આવશે. યોગી આદિત્યનાથે કહ્યું કે સરકાર પ્રયાસ કરી છે કે યુપીમાં એવી ફિલ્મ સિટી બને જે દેશ અને દુનિયા માટે યુનિક હોય.