Isha Ambani Met Gala 2023 : બ્લેક સાડી ગાઉનમાં ઈશા અંબાણીએ પાર્ટીની લીધી મજા, આલિયા અને પ્રિયંકાને પણ છોડી પાછળ

|

May 02, 2023 | 9:48 AM

Met Gala 2023 : ન્યૂયોર્કમાં આયોજિત મેટ ગાલા 2023માં ફેશનનો માહોલ જોવા મળ્યો હતો. ભારતમાંથી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણીએ રેડ કાર્પેટ પર ભવ્ય એન્ટ્રી કરી હતી. બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી બ્લેક સાડીમાં જોવા મળી હતી.

Isha Ambani Met Gala 2023 : બ્લેક સાડી ગાઉનમાં ઈશા અંબાણીએ પાર્ટીની લીધી મજા, આલિયા અને પ્રિયંકાને પણ છોડી પાછળ
Isha Ambani Met Gala 2023

Follow us on

Isha Ambani Met Gala 2023 : હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી, વિશ્વભરના મોટા સેલેબ્સે મેટ ગાલા 2023ના રેડ કાર્પેટ પર તેમની સુંદરતા બતાવી. મેટ ગાલામાં સેલેબ્સના કલરફુલ આઉટફિટ્સ બધાનું ધ્યાન ખેંચે છે. આ વખતે પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી ગાલા ઈવેન્ટમાં હાજરી આપવા માટે ભારતથી પહોંચી હતી. પ્રથમ વખત, આલિયા ભટ્ટે મેટ ગાલા રેડ કાર્પેટ પર તેના અદભૂત દેખાવથી ચાહકોને ક્રેઝી બનાવ્યા હતા, જ્યારે ઈશા અંબાણીના કિલર લુક્સે બોલિવૂડની સુંદરીઓને પણ પાછળ છોડી દીધી હતી. ઈશા અંબાણીના લુકની જોરદાર ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો : Met Gala 2023 : આજે મેટ ગાલા રેડ કાર્પેટ પર પહેલીવાર જોવા મળશે આલિયા ભટ્ટ, પ્રિયંકાના ડ્રેસ પર રહેશે તમામની નજર

લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો

મેટ ગાલા 2023માં ઈશા અંબાણીએ તેની શાનદાર ફેશનને ફ્લોન્ટ કરી હતી. ઈશા અંબાણીએ બ્લેક સાડીનો ગાઉન પહેર્યો હતો. ઈશાના સ્ટનિંગ લુકના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. ઘણા વર્ષો પછી ઈશા ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા આવી હતી. ઈશાએ નેપાળી-અમેરિકન ડિઝાઈનર Prabal Gurungનું ડિઝાઈનર આઉટફિટ પહેર્યું હતું. બ્લેક સાટીન સાડી ગાઉન મોતી અને સ્ફટિકોથી શણગારવામાં આવ્યું હતું.

ઈશાએ બોલિવૂડની સુંદરીને પણ પાછળ છોડી

બ્લેક સાટીન સાડીના ગાઉનમાં ઈશા અંબાણીએ બોલિવૂડની સુંદરીઓને પોતાના લુકથી પાછળ છોડી દીધી હતી. ક્રેપ આઉટફિટમાં ઈશા અંબાણીએ ફેશનના મામલે આલિયા પ્રિયંકાને પણ પાછળ છોડી દીધી છે. ઈશાએ તેના હાથમાં પોટલી પર્સ લીધું છે અને તેના વાળ લુઝ કર્લી અને છૂટા રાખ્યા હતા. ઈશાએ લુકને ડાયમંડ નેકપીસ અને બ્રેસલેટ પહેરીને નિખાર્યો હતો.

ઈશાને ડાયમંડ જ્વેલરીનો છે શોખ

જો કે આ પહેલીવાર નથી જ્યારે ઈશા અંબાણી મેટ ગાલામાં હાજરી આપવા આવી હોય. આ પહેલા ઈશા અંબાણી 2019માં આયોજિત ગાલા ઈવેન્ટમાં પણ પહોંચી હતી અને તેણે ડિઝાઈનર પ્રબલ ગુરુંગનો ડ્રેસ પહેર્યો હતો. ઈશાએ પ્રિન્સેસ ગાઉન પહેર્યો હતો અને તેની સાથે એક્સક્લુઝિવ ડાયમંડ જ્વેલરી હતી. ઈશાને ડાયમંડ જ્વેલરીનો ખૂબ શોખ છે, એટલા માટે તે મોટા ઈવેન્ટ્સમાં માત્ર ડાયમંડ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article