Indian Film Korean Remake : આ ઈન્ડિયન ફિલ્મની કોરિયામાં બનશે રિમેક, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવી જાહેરાત

Indian Film Korean Remake : એક લોકપ્રિય ઈન્ડિયન ફિલ્મ કોરિયન ભાષામાં રીમેક કરવામાં આવશે. કાન્સ ફિલ્મ ફેસ્ટવલમાં તેની જાહેરાત કરવામાં આવી છે. આવો તમને જણાવીએ કે તે કઈ ફિલ્મ છે.

Indian Film Korean Remake : આ ઈન્ડિયન ફિલ્મની કોરિયામાં બનશે રિમેક, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવી જાહેરાત
Indian Film Korean Remake
| Edited By: | Updated on: May 21, 2023 | 7:33 PM

Drishyam Korean Remake : છેલ્લા કેટલાક વર્ષોમાં રિમેક શબ્દ એકદમ સામાન્ય બની ગયો છે. બોલિવૂડમાં ઘણી સાઉથ ફિલ્મોની રિમેક બની છે, જેમાંથી કેટલીક ખૂબ જ સફળ રહી હતી અને કેટલીક ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. હવે કોરિયામાં એક ભારતીય ફિલ્મનું રિમેક બનવા જઈ રહ્યું છે. આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પૂરજોશમાં ચાલી રહ્યો છે, આ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે..

આ પણ વાંચો : હજી Drishyam 2 જોઈ નથી, તો આ દિવસે OTT પર અજય દેવગનની ફિલ્મ જુઓ

જે ફિલ્મ કોરિયન ભાષામાં રીમેક કરવામાં આવશે તે સાઉથ સુપરસ્ટાર મોહનલાલની લોકપ્રિય મલયાલમ ફ્રેન્ચાઇઝી દ્રશ્યમ છે. આ ફિલ્મની વાર્તા સૌને ગમી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. તેની રિમેક હિન્દીમાં પણ બની છે, જેમાં અજય દેવગન જોવા મળ્યો હતો. હવે કોરિયન ભાષામાં આ મલયાલમ ફિલ્મની ઓફિશિયલ રિમેક બનશે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જાહેરાત

ઈન્ડિયન પ્રોડક્શન હાઉસ પનોરમા સ્ટુડિયો અને સાઉથ કોરિયન પ્રોડક્શન કંપની એન્થોલોજી સ્ટુડિયોએ કોરિયનમાં દ્રશ્યમને રિમેક કરવા માટે ભાગીદારી કરી છે. બંને કંપનીઓ વચ્ચેની આ ભાગીદારી સિનેમાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ હતી. આ નિર્ણય 21 મે, રવિવારના રોજ લેવામાં આવ્યો છે. આગામી સમયમાં કોરિયન દર્શકોને પણ દ્રશ્યમની અદ્ભુત વાર્તા જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે.

ઈન્ડિયન-સાઉથ કોરિયન સ્ટુડિયો વચ્ચે પ્રથમ સહયોગ

આ પહેલીવાર છે જ્યારે ઈન્ડિયન-સાઉથ કોરિયન સ્ટુડિયો એક સાથે આવ્યા છે. બંને દેશોના પ્રોડક્શન હાઉસ વચ્ચે આ પહેલો સહયોગ છે. સાથે જ આ પણ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે કોઈ ભારતીય ફિલ્મની ઓફિશિયલ રિમેક કોરિયન ભાષામાં બનાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ બીજી વખત બનવા જઈ રહ્યું છે જ્યારે દ્રશ્યમને આંતરરાષ્ટ્રીય ભાષામાં રીમેક કરવામાં આવશે. અગાઉ આ ફિલ્મની રીમેક ચાઈનીઝમાં પણ બની છે. આ ફિલ્મની રિમેક ચીનમાં Sheep Without a Shepherdના નામથી બની હતી. હવે જોવાનું એ રહેશે કે કોરિયામાં આ ફિલ્મ ક્યા ટાઇટલ સાથે બને છે અને ફિલ્મ ક્યારે રિલીઝ થાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો