
Chahal-Dhanashree Love Story: ભારતમાં ક્રિકેટ ખેલાડીઓના પ્રદર્શનની જેટલી ચર્ચા તેમની પર્સનલ લાઈફની થાય છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ તેમાંથી એક છે. તેણે 2020માં ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા. ચહલની લવ સ્ટોરી વિશે અલગ-અલગ સ્ટોરી કહેવામાં આવે છે. કેટલીક અફવાઓ છે અને કેટલીક સત્ય છે. ચહલે એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી દુનિયાને જણાવી છે.
તમે ‘ચટ મંગની પટ બ્યાહ’ કહેવત તો સાંભળી જ હશે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની લવ સ્ટોરી પણ આવી જ છે. ક્રિકેટરે પહેલીવાર આ વાતનો ખુલાસો કર્યો છે. તેને જણાવ્યું કે કેવી રીતે તે ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર વીડિયો જોયા પછી કોરિયોગ્રાફર પત્નીના પ્રેમમાં પડ્યો. આ પછી તેને ઓનલાઈન ડાન્સ ક્લાસ માટે કહ્યું અને અહીંથી આ લવ સ્ટોરી શરૂ થઈ.
તેને એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું કે ટિકટોક અને બીજી ઘણી રીલ્સ પર તેનો ડાન્સ જોયા પછી મેં તેને મેસેજ કર્યો. મેં પૂછ્યું કે શું તે ક્લાસીસ આપે છે, કારણ કે લોકડાઉન દરમિયાન મારે કંઈ કરવાનું ન હતું. હું કંઈક નવું શીખવા માંગતો હતો.
તેને આગળ કહ્યું પહેલા બે મહિનામાં અમે ડાન્સ સિવાય બીજી કોઈ વાત કરી નથી. મેં બિલકુલ ફ્લર્ટ નથી કર્યું. અમે મિત્રો પણ ન હતા, અમે ફક્ત ડાન્સ વિશે જ વાત કરી હતી. આ કપલે 22 ડિસેમ્બર, 2020ના રોજ લગ્ન કર્યા હતા. ધનશ્રી હવે ઘણીવાર સ્ટેડિયમમાં ચહલને સપોર્ટ કરતી જોવા મળે છે.
એક દિવસ ચહલે ધનશ્રીને પૂછ્યું કે આ લોકડાઉન દરમિયાન પણ તું આટલી ખુશ કેવી રીતે છે? પછી તેણે તેના જીવન વિશે વાત કરવાનું શરૂ કર્યું. અમારી વાતચીત અહીંથી શરૂ થઈ. મને તેમનું વર્તન ગમ્યું. મેં મારી માતાને તેના વિશે કહ્યું કે મને આ છોકરી ગમે છે. પછી મેં તેને (ધનશ્રી) કહ્યું કે હું તને ડેટ કરવા નથી માંગતો, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.
આ વિશે ધનશ્રીએ પોતાની સાઈડની સ્ટોરી પણ જણાવી. ધનશ્રીએ કહ્યું ક્રિકેટરે શનિવારનો સમય માંગ્યો હતો. સ્ટાર ક્રિકેટર જે રીતે તેનો સંપર્ક કરે છે તે તેને ગમ્યું. તેણે મને પૂછ્યું કે લોકડાઉન દરમિયાન પણ તમે કામમાં આટલા વ્યસ્ત કેમ રહો છો? મેં મારા વિદ્યાર્થીઓ સાથે ક્યારેય વાત કરી નથી. ત્યાં માત્ર કામ વિશે વાત હતી, પરંતુ તેણે મને જે રીતે પૂછ્યું તે શાનદાર હતું.
ધનશ્રીએ વર્ષ 2014માં નવી મુંબઈની ડીવાય પાટીલ કોલેજમાંથી ડેન્ટીસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ તેણે ડોક્ટર બનવાને બદલે ફિટનેસ ટ્રેનર, કોરિયોગ્રાફર અને યુટ્યુબર બનવાનું પસંદ કર્યું.