Naseeruddin Shah Birthday : કેટલી સંપત્તિના માલિક છે આ 76 વર્ષે દિગ્ગજ અભિનેતા જાણો

બોલિવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ 20 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ ઉજવે છે. તેઓ 76 વર્ષના છે અને હજુ પણ અભિનયની દુનિયામાં અથાક મહેનત કરે છે. આજે, અભિનેતાની કુલ સંપત્તિ કરોડોમાં છે, પરંતુ એક સમય હતો જ્યારે તેમને તેમના રોલ માટે ફક્ત 7.50 મળતા હતા.

Naseeruddin Shah Birthday :   કેટલી સંપત્તિના માલિક છે આ 76 વર્ષે દિગ્ગજ અભિનેતા જાણો
Image Credit source: PTI
| Updated on: Jul 20, 2026 | 9:40 AM

બોલિવુડ અભિનેતા નસીરુદ્દીન શાહનું અભિનય કરિયર અંદાજે 50 વર્ષથી લાંબુ રહ્યું છે. તેઓ હજુ પણ એક્ટિવ છે. તેમણે સિનેમામાં અભિનયની શરુઆત 1975માં આવેલી ફિલ્મ નિશાંતથી કરી હતી. તે એક મલ્ટી સ્ટાર ફિલ્મ હતી. આ પહેલા તેઓ એક ફિલ્મમાં કામ કરી ચૂક્યા હતા. તેના રોલ માટે અભિનેતાની ફી માત્ર સાડા સાત રુપિયા હતી. આ વિશે ખુદ અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે.

ફિલ્મી દુનિયામાં જેટલી ક્રિએટિવિટી પડદા પર દેખાડવામાં આવે છે. તેટલી રસપ્રદ તેના પડદાં પાછળની હોય છે. બોલિવુડ સ્ટારની પણ જિંદગી કોઈ ફિલ્મીસ્ટોરીથી ઓછી નથી. તો આજે આપણે બોલિવુડ અભિનેતા નસીરુદ્દીન શાહના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે જાણીએ.

પહેલી કમાણી માત્ર 7.50 રુપિયા

નસીરુદ્દીન શાહ હિન્દી સિનેમાના સૌથી દિગ્ગજ કલાકરોમાંથી એક છે. આ સાથે તે રાજકારણ અને સમાજ સાથે જોડાયેલી વાતો પર પોતાની વાત રાખે છે. એક વખત તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, સૌથી પહેલી ભૂમિકા અમન નિભાવી હતી. 1967માં આવેલી આ ફિલ્મમાં તેમણે કલાકાર તરીકે કામ કર્યું હતુ. જેના માટે તેને 7 રુપિયા અને 50 પૈસા મળ્યા હતા.

50 વર્ષથી વધુની કારકિર્દી

નસીરુદ્દીન શાહે નિશાંત (1975)થી લઈને મંથન (1976), ભૂમિકા (1977), ગમન (1978), સ્પર્શ (1980), આક્રોશ (1980), ચક્ર (1981), જાને ભી દો યારોં (1983), ત્રિદેવ (1983), 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. (1999), એ વેનસડે! (2008), ધ ડર્ટી પિક્ચર (2011), ઇશ્કિયા (2010), અને વો સાત દિન (1983), અને દાયકાઓથી ચાહકોનું મનોરંજન કરે છે.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહની કુલ સંપત્તિ આશરે 350 થી 380 કરોડ હોવાનો અંદાજ છે. તેમની સંપત્તિ ફિલ્મો, વેબ સિરીઝ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને થિયેટર (મોટલી પ્રોડક્શન્સ)માંથી આવે છે.

તમને જણાવી દઈએ કે, બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક નસીરુદ્દીન શાહને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

નસીરુદ્દીન શાહની લવ લાઈફ

નસીરુદ્દીન શાહની લવ લાઈફ ખૂબ જ રસપ્રદ છે. તેમને મનારા સીકરી સાથે પ્રેમ થઈ ગયો, જે તેમનાથી 15 વર્ષ મોટી હતી. તેમનો પ્રેમ એટલો ગાઢ હતો કે તેમણે પાછળથી તેની સાથે લગ્ન કરી લીધા. મનારા પહેલાથી જ પરિણીત હોવા છતાં, તે તેમના લગ્નથી નાખુશ હતી. નસીરુદ્દીન શાહે તેમની લાગણીઓ સમજી અને 20 વર્ષની ઉંમરે 35 વર્ષીય મનારા સાથે લગ્ન કર્યા. મનારા પીઢ અભિનેત્રી સુરેખા સીકરીની બહેન છે, જેમણે બાલિકા વધુમાં દાદીની ભૂમિકા ભજવી હતી. જોકે, બાદમાં તેમણે રત્ના પાઠક સાથે લગ્ન કર્યા.

 

છૂટાછેડાના 12 વર્ષ પછી 41 વર્ષની ઉંમરે ઉદ્યોગપતિ સાથે બીજી વખત લગ્ન કરશે અભિનેત્રી જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us