IIFA 2023 Video : સલમાન ખાને લુંગી પહેરીને કર્યો ખૂબ ડાન્સ, ઋતિક રોશને વિકીને શીખવાડ્યો ડાન્સ, જુઓ Video

IIFA Video: અબુ ધાબીમાં આઈફા 2023ની (IIFA 2023) ઉજવણી ધમાકેદાર થઈ હતી. જ્યારે સલમાન ખાન લુંગી પહેરીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો, ત્યારે હોસ્ટ વિકી કૌશલે ઋતિક રોશન પાસેથી ડાન્સ શીખવાની તક જવા દીધી ન હતી.

IIFA 2023 Video : સલમાન ખાને લુંગી પહેરીને કર્યો ખૂબ ડાન્સ, ઋતિક રોશને વિકીને શીખવાડ્યો ડાન્સ, જુઓ Video
IIFA 2023 Video
| Edited By: | Updated on: May 28, 2023 | 6:33 PM

Abu Dhabi IIFA 2023 Viral Video: શનિવારની રાતે અબુ ધાબીમાં બોલિવુડ સ્ટાર્સ ભેગા થયા હતા અને બધા તેમના બેસ્ટ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન આઈફા 2023 (IIFA 2023)ના ઘણા વીડિયો અને ફોટો સામે આવ્યા છે, જેમાં સલમાન ખાન લુંગી પહેરીને ડાન્સ કરતો જોવા મળે છે, તેની સાથે હોસ્ટ વિકી કૌશલ અને અભિષેક બચ્ચન અને અન્ય સ્ટાર્સ સાથે મસ્તી કરતા જોવા મળે છે. આ વખતે આઈફાને સલમાને હોસ્ટ કર્યો ન હતો પરંતુ સલમાને પોતાના ફની પર્ફોર્મન્સથી તેના ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી હતી અને તેમની સાંજને યાદગાર બનાવી હતી.

સલમાનનો લુંગી ડાન્સ

સલમાન ખાન આ પહેલા પણ ઘણી વખત આઈફામાં પરફોર્મ કરી ચુક્યો છે અને આ વખતે પણ હોસ્ટ કરવાને બદલે તેને પોતાના શાનદાર પર્ફોમન્સથી એવોર્ડ શોમાં ધૂમ મચાવી દીધી. અબુ ધાબીમાં પણ સલમાનની મોટી ફેન ફોલોઈંગ છે. તેથી તેના ફેન્સ માટે તે કોઈ સરપ્રાઈઝથી ઓછું ન હતું. આઈફાના સલમાનના ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં આ સુપરસ્ટાર ક્યારેક લુંગી પહેરીને ડાન્સ કરી રહ્યો છે તો ક્યારેક સલમાન પોતાના જ ગીતો પર સ્ટાઈલિશ અંદાજમાં ડાન્સ કરતો જોવા મળે છે.

આ સિવાય હોસ્ટ અભિષેક અને વિકીએ પણ શોમાં ખૂબ જ મસ્તી કરી હતી. વિકીએ ઋતિક રોશનને છોડ્યો ન હતો, જે એવોર્ડ લેવા સ્ટેજ પર આવ્યો હતો અને કહો ના પ્યાર હૈના આઈકોનિક ગીત ‘એ મેરે દિલ તુ ગાયે જા’ના હૂક સ્ટેપ શીખ્યા પછી તેને ધૂમ મચાવી હતો. એક વીડિયોમાં વિકી સ્ટેજ પર ઋતિક સાથે ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે.

આ પણ વાંચો : Anupam Kher Video: મિત્ર સતીશ કૌશિકની દીકરીને પોતાની દીકરીની જેમ સંભાળી રહ્યા છે અનુપમ ખેર, જુઓ Video

આઈફાના મંચ પર ફરી એકવાર નોરાનો ચાર્મ છવાઈ ગયો. નોરા એક ડાન્સિંગ દિવા છે અને આઈફાના મંચ પર આ વાત ફરી એકવાર ધૂમ મચાવી હતી. નોરાએ પોતાના ગીતો પર એવી રીતે ડાન્સ કર્યો કે લોકો તેના દિવાના થઈ ગયા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:28 pm, Sun, 28 May 23