Mumbai: ફિલ્મ એક્ટર સલમાન ખાનનો (Salman khan) એક વીડિયો સામે આવ્યો છે , જેમાં તે એક બાળકને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. ગઈકાલે રાત્રે બોલિવુડ એક્ટર સલમાન ખાન મુંબઈથી આઈફા એવોર્ડ માટે રવાના થયો હતો. આ દરમિયાન સલમાન ખાન પણ નવા લુકમાં જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં આ ક્યૂટ મોમેન્ટને કેપ્ચર કરવામાં આવી છે. જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સલમાન ખાન કડક સુરક્ષા હેઠળ રહે છે. જ્યારે સલમાન ખાન એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે પણ ત્યાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક હતી. સલમાન કારમાંથી નીચે ઉતર્યો અને એરપોર્ટના એન્ટ્રી ગેટ તરફ જવા લાગ્યો. ત્યારે એક બાળક ઝડપથી દોડતો આવ્યો. આ જોઈને સલમાન પણ અટકી ગયો.
તમામ બોડીગાર્ડની હાજરીમાં બાળક સલમાન પાસે પહોંચ્યો હતો. આ પછી, એક ખૂબ જ સુંદર તસવીર જોવા મળી હતી. સલમાન ખાને બાળકને ગળે લગાવ્યો. બાળક પણ સલમાનને ચોંટી ગયું. સલમાનને મળવાની ખુશી બાળકના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.
આ વર્ષે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ અબુ ધાબીના યાસ આઈલેન્ડ ખાતે થઈ રહ્યો છે. આમાં બોલિવુડ એક્ટર સલમાન ખાન સિવાય અન્ય ઘણા સ્ટાર્સ પણ ભાગ લેવાના છે. આ એવોર્ડ ફંક્શન 26 અને 27 મેના રોજ યોજાશે. આ વખતે અભિષેક બચ્ચન અને વિકી કૌશલ તેને હોસ્ટ કરવાના છે.
આ પણ વાંચો : અક્ષય કુમાર બાદ કંગના રનૌત પહોંચી કેદારનાથ, હર હર મહાદેવના નારા લગાવી ખુશ થઈ એક્ટ્રેસ, જુઓ Video
આ વર્ષે આઈફામાં બોલિવુડ એક્ટર સલમાન ખાન સિવાય કૃતિ સેનન, વરુણ ધવન, નોરા ફતેહી, જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત જેવા સ્ટાર્સ આઈફાના સ્ટેજ પર પરફોર્મ કરશે. આ કલાકારો પોતાના ડાન્સ પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લેશે.