Sonam Kapoor Share photo : 17 વર્ષની સોનમ કપૂરને જોઈને પતિ આનંદ આહુજા થયા આશ્ચર્યચકિત, આવી રીતે આપી પ્રતિક્રિયા

Sonam Kapoor : બોલિવૂડ એકટ્રેસ સોનમ કપૂરે તાજેતરમાં જ તેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. આ ફોટો 20 વર્ષ જુનો છે. સોનમ કપૂરની આ તસવીર જોઈને આનંદ આહુજા આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમનું માનવું છે કે, આ 20 વર્ષમાં સોનમનો લુક બહુ બદલાયો નથી.

Sonam Kapoor Share photo : 17 વર્ષની સોનમ કપૂરને જોઈને પતિ આનંદ આહુજા થયા આશ્ચર્યચકિત, આવી રીતે આપી પ્રતિક્રિયા
sonam kapoor
| Edited By: | Updated on: Jan 31, 2023 | 9:47 AM

Sonam Kapoor Share Throwback Photo : બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલમાં પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે તેના અંગત જીવનની ઝલક શેર કરતી રહે છે. હાલમાં જ સોનમે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. આ તસવીરો 20 વર્ષ જૂની છે, પરંતુ સોનમનો આ ફોટો જોઈને તેના પતિ આનંદ આહુજાએ જે રિએક્શન આપ્યું છે.

પતિ આનંદ આહુજાએ આપી પ્રતિક્રિયા

સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક મોનોક્રોમ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે હસતી જોવા મળી રહી છે. આ ફોટો તે સમયનો છે જ્યારે સોનમ કપૂર માત્ર 17 વર્ષની હતી. પતિ આનંદ આહુજા તેની આ તસવીર જોઈને રહી શકાયું નહીં અને તેણે તેના પર પ્રતિક્રિયા આપી છે. આનંદે હાર્ટ ઇમોજી અને હાથ જોડીને કેપ્શનમાં લખ્યું – ‘હવે તું 37 વર્ષની છો અને હજુ પણ એવી જ લાગે છો.’ આનંદની આ પ્રતિક્રિયા પર ફેન્સ પણ સહમત થતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Sonam Kapoor Baby Bump Photos: સોનમ કપૂરે ખાસ રીતે ઉજવ્યો જન્મદિવસ, મેટરનિટી ફોટોશૂટની તસવીરો થઈ વાયરલ

બોની કપૂરે લીધી હતી આ તસવીર

સોનમ અને આનંદ એકબીજાની સપોર્ટ સિસ્ટમ છે. બંને એકબીજાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપવાનું પસંદ કરે છે. તેની ફની સ્ટાઇલ ફેન્સને પસંદ આવી રહી છે. સોનમ કપૂર ફોટા શેર કરવા માટે તેના કાકા બોની કપૂરને ક્રેડિટ આપવાનું ચૂકી ન હતી. તેણે કેપ્શનમાં લખ્યું- ‘જ્યારે હું 17 વર્ષની હતી. આ તસવીર માટે બોની ચાચુનો આભાર.

2023માં આવશે સોનમ કપૂરની ફિલ્મ

જણાવી દઈએ કે, સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન વર્ષ 2018માં થયા હતા. સોનમ ઓગસ્ટ 2022માં માતા બની હતી અને તેણે પુત્રને જન્મ આપ્યો હતો. સોનમે દીકરાનું નામ વાયુ રાખ્યું છે અને તે ન્યૂલી બોર્ન કિડ સાથે ફોટા શેર કરતી રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ કપૂર છેલ્લે વર્ષ 2020માં આવેલી ફિલ્મ AK vs AK માં જોવા મળી હતી. હાલમાં અભિનેત્રી પાસે બ્લાઈન્ડ નામની ફિલ્મ છે. તેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ 2023માં રિલીઝ થવાની છે.