સ્વતંત્રતા વગર જીવન કેવું હશે તે વિચાર કરીને જ મન ડરી જાય છે. આજે આપણને જે આઝાદી મળી છે તેના માટે દેશના લડવૈયાઓએ લાંબો સંઘર્ષ કર્યો હતો અને આ માટે ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. ભારતને ઘણા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટે અંગ્રેજો પાસેથી આઝાદી મળી, તેથી જ આજે આપણે સ્વતંત્રતા દિવસ આટલા ગર્વથી ઉજવી રહ્યા છીએ. ભારત આજે 76 મો સ્વતંત્રતા દિવસ (76th Independence Day) ઉજવી રહ્યું છે.
ભારતમાં બોલીવૂડમાં (Bollywood) ખાસ કરીને દેશભક્તિ ફિલ્મોનું ઘણું વર્ચસ્વ રહ્યું છે. આ ફિલ્મોના દેશભક્તિ ગીતો સાંભળીને આ સ્વતંત્રતાની ઉજવણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં દેશભક્તિ પર ઘણી ફિલ્મો અને ગીતો બન્યા છે. આમાંના ઘણા ગીતો એવા છે કે તમે તેમને બાળપણથી જ સાંભળ્યા હશે અને આજે પણ આ ગીતોથી ઉત્પન્ન થતી ભાવના એ જ છે. તો ચાલો આ લોકપ્રિય દેશભક્તિ ગીતો સાંભળીએ.
ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા આલ્બમના દેશ મેરે ગીતને પ્રખ્યાત ગાયક અરિજીત સિંઘે અવાજ આપ્યો છે.
ફિલ્મ-83નું લહેરા દો ગીત લોકોનાં મુખે રમતું થયું છે. તેને ગાયક અરિજીત સિંઘે અવાજ આપ્યો છે.
આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીનું એ વતન ગીત સાંભળીને હૃદય ખુબ જ લાગણીથી ભરાઈ જાય છે. આ સાંભળીને દરેકને દેશ માટે કંઇક કરવાનું મન થાય છે. આ ગીત સુનિધિ ચૌહાણે ગાયું છે.
અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું આ ગીત બી પ્રાકે ગાયું છે. આ ગીતમાં દેશ માટે લડતા સૈનિકો વિશે જણાવવામાં આવ્યું છે કે તેઓ કેવી રીતે પોતાનો પ્રેમ અને પરિવાર છોડીને દેશ માટે લડે છે.
કર્મા ફિલ્મનું આ ગીત મોહમ્મદ અઝીઝ અને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે. આ ગીત સાંભળીને મનમાં એક અલગ જ ઉત્સાહ ઉભો થાય છે. આ ગીત સૌ કોઈ બાળપણથી સાંભળતું આવે છે.
કર ચલે હમ ફિદા ગીતમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે સૈનિકો દેશને દુશ્મનોથી બચાવવા માટે સરહદ પર લડે છે.
ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહના રંગ દે બસંતી ચોલાના આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ભગતસિંહ અને તેમના સાથીઓ દેશ માટે પોતાનું બલિદાન આપે છે. અને દેશ માટે બલિદાન આપવાની ખુશીથી ફાંસી પહેલા હસતા મોઢે ઉજવણી કરી રહ્યા છે.