
90ના દશકની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી જૂહી ચાવલાએ એકથી વધુ શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. 1984માં અભિનેત્રીએ 'મિસ ઈન્ડિયા'નો ખિતાબ પણ જીત્યો હતો.

જુહી ચાવલા આજે 13મી નવેમ્બરે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે. 1986માં અભિનેત્રીને તેની પ્રથમ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. જુહીએ 'સુલ્તનત'થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. જુહીના લગ્ન થયા ત્યારે તેને ઘણા ટોણા સાંભળવા પડ્યા હતા.

જુહી ચાવલા સાથે લાંબા સમય સુધી ટોણાનો સિલસિલો ચાલ્યો. લોકોએ કહ્યું કે, તેણે પૈસા માટે એક વૃદ્ધ સાથે લગ્ન કર્યા.

જુહીએ પોતાનાથી 7 વર્ષ મોટા જય મહેતા સાથે ચોરી-છુપીથી લગ્ન કર્યા હતા. જ્યારે અભિનેત્રીના લગ્નનો મામલો બધાની સામે આવ્યો ત્યારે તેને ઘણા લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.