અજય દેવગણની આટલી ફિલ્મોએ કરી છે 100 કરોડથી વધુની કમાણી, જાણો કઈ કઈ છે ફિલ્મ

|

Apr 01, 2022 | 3:58 PM

અજય દેવગન બોલિવૂડના દિગ્ગજ કલાકારોની યાદીમાં સામેલ છે. અજયે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેને એમ જ બોલિવૂડનો સિંઘમ કહેવામાં નથી કહેવામાં આવતો. અભિનેતાના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. ફૂલ ઔર કાંટે ફિલ્મથી કરિયરની શરૂઆત કરનારા અજયનો 2 એપ્રિલે તેનો 53મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે.

1 / 8

અજય દેવગનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. આજે અમે તમને અજય દેવગનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તાનાજીઃ ધ અનસંગ વોરિયર - આ ફિલ્મમાં તાનાજી તરીકે અજય દેવગનને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના સૈનિક તાનાજી માલુસુરના જાબાનજી પર આધારિત હતી. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 279 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

2 / 8
સૂર્યવંશી-રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 5 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ હતી. કોરોના બાદ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 260 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અજય દેવગન બે સુપરસ્ટાર હતા.

3 / 8

ગોલમાલ અગેઈન - ગોલમાલ અગેઈનનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું હતું. આ ફિલ્મ ગોલમાલ સિરીઝનો ચોથો ભાગ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 205.69 કરોડની કમાણી કરી હતી.

4 / 8
ટોટલ ધમાલ - આ ફિલ્મ ધમાલ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. જેનું નિર્દેશન ઈન્દ્ર કુમારે કર્યું હતું. આ એક કોમેડી ફિલ્મ હતી. જેમાં દર્શકોએ અજય દેવગનને ઘણો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 154 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

5 / 8

સિંઘમ રિટર્ન્સ - આ એક્શનથી ભરપૂર ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગન સાથે કરીના કપૂર હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 140.62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

6 / 8
સન ઑફ સરદાર - આ ફિલ્મ એસએસ રાજામૌલીની તેલુગુ ફિલ્મ મરિયાદા રામન્નાની રિમેક હતી. 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 105 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.

7 / 8

રેઇડ - આ ફિલ્મ ભ્રષ્ટાચારના કાળા નાણામાંથી પોતાનો બંગલો બનાવવા અને પછી તે બંગલાની દિવાલો, છત અને જમીનમાં કાળું નાણું છુપાવવા પર આધારિત હતી. આમાં અજય દેવગન તેની ટીમ સાથે તે ઘરમાં રેઈડ પાડે છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 103 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

8 / 8
શિવાય - અજય દેવગન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ હતી. ફિલ્મના સુંદર દ્રશ્યોએ છેલ્લી ઘડી સુધી દર્શકોને જકડી રાખ્યા હતા. આ ફિલ્મે સિનેમાઘરોમાં 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. (Edited By-Meera Kansagara)

Next Photo Gallery