Alone Song: કપિલ શર્માએ કર્યું સિંગિંગ ડેબ્યૂ, રિલીઝ થયું પહેલું ગીત, જુઓ Video

Kapil Sharma Song Alone: કપિલ શર્માએ (Kapil Sharma) પોતાનું સિંગિગમાં ડેબ્યૂ કર્યું છે. ગુરુ રંધાવા સાથેનું તેનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં એક્ટ્રેસ યોગિતા બિહાની પણ જોવા મળી છે. કપિલ શર્માના પહેલા ગીતનું ટાઈટલ 'અલોન' છે.

Alone Song: કપિલ શર્માએ કર્યું સિંગિંગ ડેબ્યૂ, રિલીઝ થયું પહેલું ગીત, જુઓ Video
kapil sharma song alone
Image Credit source: You Tube
| Edited By: | Updated on: Feb 09, 2023 | 7:45 PM

Kapil Sharma Song Alone: કોમેડી અને એક્ટિંગ બાદ કપિલ શર્મા હવે સિંગિંગની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે તેને કપિલ શર્મા શોના સ્ટેજ પર ઘણી વખત પોતાના અવાજનો જાદુ બતાવ્યો છે, તે શોમાં ઘણી વખત ગાતો જોવા મળ્યો છે. જો કે હવે તેને ઓફિશિયલ રીતે સિંગિંગમાં ડેબ્યૂ કર્યું છે.

લોકોને હસાવનાર અને પોતાની કોમિક સ્ટાઈલથી લોકોનું મનોરંજન કરનાર કપિલ શર્માએ પોતાની અલગ જ ઓળખ બનાવી છે. કોમેડી કરવાની સાથે સાથે તેણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સાથે જ કપિલે સિંગિંગમાં પણ ડેબ્યૂ કર્યું છે. તેનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે.

કપિલ શર્માએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને તેના સિંગિંગ ડેબ્યૂ વિશે જાણકારી આપી હતી. આ સાથે જ કપિલે સિંગિંગની દુનિયામાં પણ પગ મૂક્યો છે. તેનું પહેલું ગીત ગુરુ રંધાવા સાથે રિલીઝ થયું છે. આ ગીતમાં એક્ટ્રેસ યોગિતા બિહાની પણ જોવા મળી છે.

અહીં જુઓ કપિલનું પહેલું ગીત

કપિલ શર્માના પહેલા ગીતનું ટાઈટલ ‘અલોન’ છે, જે ટી-સીરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. હંમેશા લોકોના ચહેરા પર સ્માઈલ લાવનાર કપિલ શર્મા આ ગીતમાં ઉદાસ જોવા મળી રહ્યો છે. આમાં તેની અપોઝિટ એક્ટ્રેસ યોગિતા બિહાની જોવા મળી છે, જેના પ્રેમમાં કપિલનું દિલ તૂટી ગયું છે.

આ પણ વાંચો : પૂરી થઈ ‘શેરશાહ’ની લવસ્ટોરી, સિદ્ધાર્થને જે રાતે મળી તે ભૂલી શકી નથી કિયારા

કપિલ અને ગુરુએ ગાયું છે આ ગીત

‘અલોન’ એક સેડ સોન્ગ છે, જે ગુરુ રંધાવા અને કપિલ શર્માએ સાથે ગાયું છે. આ ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગીત રિલીઝ થયાના માત્ર 7 કલાકમાં 18 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

કપિલ શર્મા એક મોટો સેલિબ્રિટી બની ગયો છે. તેના શો ‘ધ કપિલ શર્મા શો’માં એક પછી એક મોટા સ્ટાર્સ આવે છે. કપિલના શોને દેશ અને દુનિયામાં લોકો પસંદ કરી રહ્યા છે. કપિલ શર્માએ ફિલ્મોમાં પણ શાનદાર એક્ટિંગ કરી છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે કપિલ શર્માએ એવોર્ડ શો હોસ્ટ કર્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ક્રિકેટ અને દેશની મોટી હસ્તીઓ કપિલ શર્માના શોમાં આવી છે.