
કુટુંબનો પ્રેમ ખરેખર અદ્ભુત અને અનુપમ છે. તે એક બંધન છે જે આપણને અપનાવે છે અને જીવનના ઉતાર-ચઢાવ દરમિયાન આપણને મજબૂત રાખે છે. ફિલ્મ ‘ગુલમહોર’ના ટ્રેલરમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ગુલમોહર ભાવનાત્મક બંધન, કૌટુંબિક પ્રેમ અને પરિવારને એક સાથે રાખતા તમામ તત્વોથી ભરેલો છે. ફિલ્મમાં પદ્મ ભૂષણ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર અને મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ ચિત્તેલાએ કર્યું છે.
આ પણ વાંચો : Indian Idol 13 : નાદિરા બબ્બરની પેન્સિલથી બની ગઈ તેની આંખોની સ્ટાઈલ, શર્મિલા ટાગોરે કર્યો ખુલાસો
‘ગુલમોહર’માં શર્મિલા ટાગોર, અમોલ પાલેકર, સિમરન, સૂરજ શર્મા, કાવેરી સેઠ અને ઉત્સવ ઝા સહિત ઘણા કલાકારો છે. ‘ગુલમોહર’ 3 માર્ચ 2023ના રોજ માત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ‘ગુલમોહર’ ત્રણ પેઢીના પરિવારની વાર્તા છે. ફિલ્મમાં મનોજ બાજપેયી અરુણ બત્રાનો રોલ કરી રહ્યા છે, જ્યારે શર્મિલા ટાગોર કુસુમ બત્રાનો રોલ કરી રહી છે. ફિલ્મની વાર્તા આખા બત્રા પરિવારની આસપાસ ફરે છે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે બત્રા પરિવાર તેમનું 34 વર્ષ જૂનું ઘર છોડવા જઈ રહ્યો છે. આ ઘર સાથે તેની ઘણી બધી લાગણીઓ જોડાયેલી છે. પારિવારિક સંબંધોમાં તકરારની ઝલક પણ આ ટ્રેલરમાં જોવા મળે છે. ઘર છોડતી વખતે બત્રા પરિવારમાં એક પ્રકારની ઉથલ-પાથલ હોય છે. માતા અને પુત્ર વચ્ચેના વિખવાદ અને પ્રેમની ઝલક પણ જોવા મળે છે તેમજ પિતા અને પુત્ર વચ્ચેનો મનભેદ પણ જોવા મળે છે.
મનોજ બાજપેયીએ કહ્યું, ગુલમહોર ખૂબ જ પ્રેમ અને દિલથી બનેલી ફિલ્મ છે. તે કુટુંબમાં અસ્તિત્વમાં રહેલી જટિલતાઓ અને સરળતાની શોધ કરે છે. અમારી રાજધાનીના હૃદયમાં સ્થિત, આ એક એવી ફિલ્મ છે જેની સાથે દરેક જણ સંબંધિત છે. શાનદાર કલાકારો સાથે, ‘ગુલમોહર’ દરેક પાત્ર સાથે ન્યાય કરે છે અને દરેક એક બીજાથી અલગ પડે છે. આશા છે કે દર્શકોને આ ફિલ્મ ગમશે.