Breaking News: ‘કોઈ મારી પત્નીને ભડકાવી રહ્યું છે…’ સુનિતાના આરોપો પર છલકાયું ગોવિંદાનું દર્દ

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના સંબંધોને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. પત્ની દ્વારા લગ્નેતર સંબંધોના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા બાદ હવે ગોવિંદાએ પોતે આ મામલે મૌન તોડ્યું છે.

Breaking News: કોઈ મારી પત્નીને ભડકાવી રહ્યું છે... સુનિતાના આરોપો પર છલકાયું ગોવિંદાનું દર્દ
| Updated on: Oct 26, 2026 | 6:38 PM

બોલિવૂડ એક્ટર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના સંબંધોને લઈને લાંબા સમયથી સવાલો ઊઠી રહ્યા છે. એવામાં બેવફાઈના આક્ષેપો વચ્ચે હવે ગોવિંદાએ પોતાની ચૂપી તોડી છે.

તેમણે દાવો કર્યો છે કે, કોઈ તેમની પત્નીને ભડકાવી રહ્યું છે અને તેમના સંબંધોને લઈને એક રમત રમાઈ રહી છે. એક્ટરે એ પણ કહ્યું કે, તેમને 7-8 વર્ષ પહેલાં જ અંદાજ થઈ ગયો હતો કે; તેમણે આવા દોરમાંથી પસાર થવું પડી શકે છે.

‘ઘરે-ઘરે આવો સમય આવે છે’: Govinda

એક ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું કે, તે લોકોની વાતો પર વધારે ધ્યાન આપી રહ્યા નથી. તેમના મતે, દેશભરમાં લોકો આ મામલે પોતાના અભિપ્રાય આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, તે કોઈની પ્રતિક્રિયા પર વાંધો નથી ઉઠાવતા. એવી વાતો કહેવા માંગતા નથી, જેનાથી પાછળથી કોઈને દુઃખ પહોંચે.

ગોવિંદાએ કહ્યું કે, “દરેક ઘરમાં એક સમય એવો આવે છે, જ્યારે તમારા નજીકના લોકો તમારા સિવાય કંઈ બીજું જોઈ શકતા નથી. તેઓ બીજાઓની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.” તેમણે એ નથી જણાવ્યું કે, તેમના મતે સુનિતાને કોણ પ્રભાવિત કરી રહ્યું છે.

એક્ટરે એ પણ કહ્યું કે, તે પોતાની પત્નીને બધાની સામે શરમમાં મૂકવા માંગતા નથી. તેમણે સુનિતાના વખાણ કરતા કહ્યું કે, તેમની માતાના આશીર્વાદની સાથે-સાથે પત્નીને કારણે પણ તેમને જીવનમાં નામ અને સન્માન મળ્યું છે.

સુનિતાએ લગાવ્યા હતા ‘અફેરના આરોપ’

ગોવિંદાએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેમને સાત-આઠ વર્ષ પહેલાં જ આવી પરિસ્થિતિનો અંદાજ હતો. તેમનું કહેવું છે કે, તે આ વિવાદમાં એવું કંઈ કરવા માંગતા નથી, જેનાથી કોઈની છબીને ઠેસ પહોંચે. તેમણે કહ્યું કે, તે પોતાની તરફથી સન્માન બનાવી રાખશે અને કોઈના જાળમાં નહીં ફસાય.

જણાવી દઈએ કે, સુનિતા આહુજાએ ગોવિંદા પર તેમની ફિલ્મ કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે, ગોવિંદાએ આ વાતોને ફગાવી હતી.

Tiger Shroff Shooting Case : ટાઈગર પર હુમલો કરવા રાધા-બબિતાએ આરોપીઓને આપી હતી ઝિગાના – 20 કારતુસ

Follow Us
Loading...
Unable to load recommendations.