સુષ્મિતા સેન Google પર સૌથી વધુ સર્ચ થતી સેલિબ્રિટી બની, જુઓ સંપૂર્ણ યાદી

Most Searched Celebs In 2022 : બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) વર્ષ 2022માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી બની ગઈ છે.

સુષ્મિતા સેન Google પર સૌથી વધુ સર્ચ થતી સેલિબ્રિટી બની, જુઓ સંપૂર્ણ યાદી
Google Year in Search 2022
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 08, 2022 | 9:06 AM

Most Searched Celebs In 2022 : ગુગલ દર વર્ષે એક લિસ્ટ જાહેર કરે છે. જેના દ્વારા એ જાણ થાય છે કે,આખું વર્ષે ક્યો સ્ટાર કે પછી બિઝનેસમેન સૌથી વધુ સર્ચ થયો છે. ત્યારે વર્ષે 2022ની લિસ્ટ પણ ગુગલે શેર કરી છે. આ લિસ્ટ મુજબ સુષ્મિતા સેન (Sushmita Sen)નું નામ સેલિબ્રિટીમાં સૌથી ઉપર છે.સુષ્મિતા સેનનું નામ આ લિસ્ટમાં આવતાની સાથે દરેક લોકો અંદાજો લગાવી રહ્યા છે કે, આવું તેની પર્સનલ લાઈફને લઈ થયું છે. વર્ષે 2022માં અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે બ્રેકઅપ લઈ આઈપીએલ ફાઉન્ડર લલિત મોદીની સાથે પોતાના રિલેશનને લઈ ખુબ ચર્ચામાં આવ્યો હતો.

આખા લિસ્ટની વાત કરીએ તો સુષ્મિતા સેનનું નામ 5માં નંબર પર છે. સૌ લોકો માને છે કે, જુલાઈમાં લલિત મોદીએ સુષ્મિતા સેનની સાથે પોતાનો ક્રેઝી ફોટો શેર કરી અને પોતાના સંબંધ પર સ્પષ્ટતા કરી હતી.

 

 

લલિત મોદીનું નામ ચોથા નંબર પર

જેના કારણે અભિનેત્રીની ઘણી સર્ચ કરવામાં આવી હતી. તેનો ફોટો વારંવાર જોવા માટે લોકોએ ગુગલ પર સુષ્મિતાનું નામ સર્ચ કર્યું. આટલું જ નહીં લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ ડીપીનો ફોટો પણ મૂક્યો હતો. બીજી તરફ, સુષ્મિતા સેન સાથે લલિત મોદી પણ આ લિસ્ટમાં અભિનેત્રીથી બરાબર ઉપર છે. એટલે કે લલિત મોદીનું નામ ચોથા નંબર પર છે. પહેલા નંબરની વાત કરીએ તો પ્રથમ રાજકીય નેતા નુપુર શર્મા છે. આ સિવાય રિયાલિટી શો લોક અપની પૂર્વ સ્પર્ધક અંજલિ અરોરાનું નામ પણ આ લિસ્ટમાં 6ઠ્ઠા નંબર પર છે.

તમને જણાવી દઈએ કે, અંજલિ અરોરાનો MMS લીક થયા બાદ તે ઘણી હેડલાઈન્સમાં હતી. તેમના એમએમએસ વીડિયોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. તે જ સમયે, બિગ બોસ 16 માં પોતાની ક્યુટનેસથી બધાનું દિલ જીતનાર સ્પર્ધક અબ્દુ રોજિક 7માં સ્થાન પર છે.

જુઓ સંપુર્ણ લિસ્ટ

  • 1.નુપુર શર્મા
  • 2.દ્રોપદી મુર્મૂ
  • 3.ઋષિ સુનક
  • 4. લલિત મોદી
  • 5.સુષ્મિતા સેન
  • 6. અંજલી અરોરા
  • 7.અબ્દુ રોજિક
  • 8. એકનાથ શિંદે
  • 9.પ્રવીણ તાંબે
  • 10.એમ્બરહર્ડ