Goodbye Trailer Out: એકબીજા સાથે લડતા જોવા મળશે અમિતાભ-રશ્મિકા, રસપ્રદ છે આ ફેમિલી ડ્રામા

ફિલ્મ ગુડબાયનું (Goodbye) વિકાસ બહલે નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ એકતા કપૂરની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ બની છે. આ ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે.

Goodbye Trailer Out: એકબીજા સાથે લડતા જોવા મળશે અમિતાભ-રશ્મિકા, રસપ્રદ છે આ ફેમિલી ડ્રામા
amitabh rashmika trailer release
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:27 PM

અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાનાની (Amitabh Bachchan) ફિલ્મ ગુડબાયનું (Goodbye) ટ્રેલર આજે એટલે કે મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના કેટલાક પોસ્ટર સામે આવ્યા હતા, જેને જોઈને દર્શકોમાં એક્સાઈમેન્ટ વધ્યું હતું. હવે જ્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે તો તેને દર્શકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના સિવાય પવૈલ ગુલાટી, સુનીલ ગ્રોવર અને નીના ગુપ્તા જેવા કલાકારો લીડ રોલમાં છે. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે.

ફની છે આ ફેમિલી ડ્રામા

ફિલ્મની વાર્તા ભલ્લા પરિવારની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં નીના ગુપ્તાએ અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવી છે. નીના ગુપ્તાનું લાંબી બિમારી પછી અવસાન થાય છે, પરંતુ આ પરિવાર તેના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવો તે વિશે મૂંઝવણમાં છે.

અમિતાભ બચ્ચન ઈચ્છે છે કે તેમની પત્નીના અંતિમ સંસ્કાર રિતીરિવાજ સાથે કરે, પરંતુ તેમની પુત્રી રશ્મિકા અને અન્ય બાળકો તેમની પોતાની શરતો પર વિધિ કરવા માંગે છે. નીનાના અંતિમ સંસ્કારને લઈને પિતા અને બાળકો વચ્ચે ઘણો ઝઘડો થાય છે. રશ્મિકાની માતાના નાક અને મોંમાં રૂ નાખવામાં આવે છે અને તેના પગ બાંધવામાં આવે છે. તેનાથી રશ્મિકા ખુશ નથી થતી. રશ્મિકા આ ​​પરંપરા પાછળ કોઈ લોજિક સમજી શકતી નથી.

એક તરફ જ્યાં રશ્મિકા ટ્રેડિશન પર સવાલ ઉઠાવે છે. બીજી તરફ તેનો એક ભાઈ દુબઈમાં ફસાયેલો છે અને તે આવવાની ના પાડી છે. બીજા ભાઈએ રીતિરિવાજ મુજબ માતાના મૃત્યુ પછી તેનું માથું મુંડન કરવાની ના પાડે છે. અમિતાભ બચ્ચન પોતાના બાળકોના આ ગેરવર્તનથી ખૂબ જ નિરાશ છે. આ રીતે સ્ટોરી આગળ વધે છે અને હાસ્યનો ડોઝ આપે છે. સ્ટોરી ઈમોશનલ પણ છે અને તેમાં ઘણો ડ્રામા પણ છે.

અહીં જુઓ ફિલ્મ ગુડબાયનો ટ્રેલર વીડિયો

ફિલ્મ ગુડબાયને વિકાસ બહલે નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ એકતા કપૂરની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ બની છે. આ ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે. ગુડબાય રશ્મિકા મંદાનાની બોલિવૂડ ડેબ્યૂ છે. પહેલીવાર આ ફિલ્મ દ્વારા રશ્મિકા અમિતાભ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ 7 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર દુનિયાભરમાં રિલીઝ થવાની છે.