સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2‘નું ગીત ‘ખૈરિયત’ આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સની દેઓલ પોતાના પુત્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે. આ ગીત ખૂબ જ ઈમોશનલ છે, જેને સાંભળીને તમારી આંખો આંસુથી ભરાઈ જશે. ગીતમાં સની દેઓલ ટ્રક પર બેસીને ક્યાંક જઈ રહ્યો છે અને પોતાના પુત્રની યાદોમાં ખોવાઈને તેના પુત્રની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યો છે. તે જ સમયે અમીષા પટેલ પણ પુત્ર માટે સતત પ્રાર્થના કરતી જોવા મળે છે.
આ પણ વાંચો : Gadar 2 : સની દેઓલની ગદરની વિરૂદ્ધ કેમ હતું બોલિવૂડ ? કપિલ શર્માના શોમાં સામે આવ્યું સત્ય
ગદર 2નું નવું ગીત ખૈરિયત તમારા દિલને સ્પર્શી જશે. આ ગીતમાં માતા-પિતાની લાગણીને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે. આ એક સ્લો સોન્ગ છે, જે લાગણીઓથી ભરેલું છે. આ ગીત સાંભળીને તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે. ગીતમાં સની દેઓલને ટ્રક પર બેસીને પાકિસ્તાન જતો બતાવવામાં આવ્યો છે. તે તેના પુત્રના ફોટાને ગળે લગાવીને તેના પુત્રની સલામતી માટે પ્રાર્થના કરતો જાય છે. પોતાના પુત્રની યાદમાં સની દેઓલની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નથી લેતા.
ગીતમાં તારા સિંહનો પુત્ર જીત પાકિસ્તાનમાં ક્યાંક ફસાયેલો છે. આ વખતે સની દેઓલ પોતાના પુત્રને બચાવવા પાકિસ્તાન જાય છે. તે જ સમયે સકિના પણ તેના પુત્ર માટે આંસુ વહાવતી જોવા મળે છે. જીત જે હવે મોટો થઈ ગયો છે, તે ક્યાંક ફસાઈ ગયો છે અને તેના પિતાને યાદ કરે છે અને તેની તસવીર તરફ જુએ છે. ગીતના અંતમાં સની દેઓલ કબર પર આંસુ વહાવી રહ્યો છે.
ગદર 2 ના આ ગીતને સિંગર અરિજીત સિંહે પોતાનો અવાજ આપ્યો છે. ગીતની વચ્ચે ઘણી વખત તારા સિંહ અને સકીના તેમના પુત્ર સાથે વિતાવેલી યાદોમાં ખોવાઈ જાય છે. હવે જીત પાકિસ્તાનમાં કેવી રીતે અને શા માટે ફસાયો છે અને તારા સિંહ તેના પુત્રને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી શકશે કે, કેમ તે તો 11 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા ગદર 2નું સુંદર ગીત ‘ઉડ જા કાલે કાવા’ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ગીતે ફરી એકવાર ‘ગદર’ની વાર્તાની યાદ અપાવી. ઉડ જા કાલે કાવામાં અમીષા પટેલ અને સની દેઓલની લવ સ્ટોરી જોવા મળે છે. આ ગીતની રીમેકને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.