ગદર 2ના ટ્રેલર કરતાં પણ મજેદાર છે આ Video, સની દેઓલ અને અમીષા પટેલ ભાંગડા કરતા જોવા મળ્યા

Sunny Deol And Ameesha Patel Video: સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલનો (Ameesha Patel) એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તારા સિંહ અને સકીના ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે.

ગદર 2ના ટ્રેલર કરતાં પણ મજેદાર છે આ Video, સની દેઓલ અને અમીષા પટેલ ભાંગડા કરતા જોવા મળ્યા
Sunny Deol And Ameesha Patel
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 28, 2023 | 8:55 PM

Sunny Deol And Ameesha Patel Video: સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel) સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ નું (Gadar 2) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર 26મી જુલાઈ બુધવારે સાંજે રિલીઝ થયું અને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી. પરંતુ આ ટ્રેલર સાથે અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો મુંબઈમાં ટ્રેલર લોન્ચના ઈવેન્ટનો છે. જેમાં સની દેઓલ અને અમીષા પટેલ જોરદાર ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે.

તારા અને સકીનાની શાનદાર એન્ટ્રી

આ વીડિયોમાં સની દેઓલ એટલે કે તારા સિંહ અને અમીષા પટેલ એટલે કે સકીના ઈવેન્ટમાં શાનદાર એન્ટ્રી લેતા જોવા મળે છે. બંનેની જોડી સ્ક્રીન પર જેટલી મજેદાર લાગે છે એટલી જ ઓફ સ્ક્રીન પણ જોરદાર છે. બંને ઢોલના તાલ પર ભાંગડા પરફોર્મ કરતા ઈવેન્ટમાં એન્ટર થયા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

લોકો આપી રહ્યા છે ફની પ્રતિક્રિયા

આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સની દેઓલ અને અમીષા પટેલનો એક વીડિયો ફેન્સના દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં બંને સ્ટાર્સ ટ્રકની સામે ઉભા રહીને ડાન્સ કરી રહ્યાં છે અને પોઝ આપી રહ્યાં છે. આ દરમિયાન સની પાજી કુર્તા પાયજામામાં જોવા મળી હતી જ્યારે એક્ટ્રેસ લાલ શરારા પહેરેલી જોવા મળી હતી. આ વીડિયો જોઈને લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે આ જોડી વર્ષો પછી પણ એટલી જ રિફ્રેશિંગ છે, જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે આ વીડિયો ટ્રેલર કરતા પણ વધુ ફની છે.

આ પણ વાંચો : Gadar 2 Trailer Release: ગદર 2 નું ટ્રેલર થયું રિલીઝ, એક્શન મોડમાં જોવા મળ્યો સની દેઓલ, જુઓ Video

11 ઓગસ્ટે રિલીઝ થશે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે ‘ગદર 2’ 11 ઓગસ્ટે દેશભરના થિયેટરોમાં રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 2001માં આવેલી ફિલ્મ ગદરની સિક્વલ છે. જેમાં સની દેઓલ અને અમીષા પટેલ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:19 pm, Fri, 28 July 23