Amitabh Bachchan Viral Meme : અમિતાભ બચ્ચન પર બન્યા ફની મીમ, મિનિટોમાં થયા વાયરલ, રેખા-જયાનું છે ખાસ કનેક્શન !

Amitabh Bachchan Viral Meme : આ દિવસોમાં બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર રાજ કરી રહ્યા છે. આ વખતે બિગ બી પોતાની કોઈ ફિલ્મ કે ટ્વીટના કારણે ચર્ચામાં નથી, બલ્કે તેઓ એક મીમના કારણે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ મીમ જોઈને તમે પણ હસી પડશો. તો ચાલો જાણીએ શું છે આ મીમમાં

Amitabh Bachchan Viral Meme : અમિતાભ બચ્ચન પર બન્યા ફની મીમ, મિનિટોમાં થયા વાયરલ, રેખા-જયાનું છે ખાસ કનેક્શન !
Amitabh Bachchan Viral Meme
| Edited By: | Updated on: May 06, 2023 | 1:54 PM

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઘણીવાર પોતાના ટ્વિટ્સના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. બિગ બી ફિલ્મોમાં જેટલા એક્ટિવ છે તેટલા જ તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. આ દિવસોમાં ફરી એકવાર બોલિવૂડના ‘શહેનશાહ’ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ આ વખતે ચર્ચાનો વિષય તેની ટ્વીટ નહીં પણ એક મીમ છે. હા, તમે સાચું વાંચ્યું. આ દિવસોમાં બિગ બી પર બનેલો એક મીમ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Memes Viral : Twitter logo ની લોકોએ મજાક ઉડાવી, જોરદાર મીમ્સ કરી રહ્યા છે શેર

વાયરલ થઈ રહેલા આ મીમ સાથે અમિતાભ બચ્ચન સાથે અન્ય 4 લોકોના નામ પણ જોડાયેલા છે. ડ્રીમ ગર્લ હેમા માલિની, રેખા, જયા બચ્ચન અને સુષ્મા સ્વરાજ પણ આ મીમમાં સામેલ છે. રેખા, જયા, હેમા અને સુષ્માના નામ એકસાથે આવતા તમે સમજી જ ગયા હશો કે આ મીમ કઈ દિશામાં ઈશારો કરી રહી છે.

હા, આ મીમ વોશિંગ પાવડર નિરમાની ટીવી એડ પર આધારિત છે. આ મીમમાં બિગ બીની સરખામણી વોશિંગ પાવડર નિરમા સાથે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મીમને જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો. આ મીમને દેશી નારી ઓફિશિયલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પોસ્ટ કર્યાની થોડી જ મિનિટોમાં આ મીમ પર લાખો વ્યુઝ અને કોમેન્ટ આવી ચૂકી છે.

અહીં મીમ જુઓ

યુઝર્સને થયો આનંદ

આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “હેમા, રેખા, જયા ઔર સુષ્મા સબકી પસંદ બચ્ચનવા.. બચ્ચનવા”. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “અમિતાભ બચ્ચન ખુદ નિરમા હૈ, લેકિન એડ વો ઘડી ડીટરજન્ટ પાઉડર કા કરતે હૈ.”

‘આદિપુરુષ’માં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ ‘ઊંચાઈ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે નીના ગુપ્તા અને અનુપમ ખેર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે બિગ બી ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળશે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…