પ્રથમ વખત સ્ક્રીન પર સાથે નજર આવવા માટે તૈયાર દિપિકા પાદુકોણ અને હૃતિક રોશન, ઝડપી જ શરૂ થશે ફિલ્મ ‘Fighter’નું શુટિંગ

તાજેતરમાં જ દીપિકા પાદુકોણ ફિલ્મ 'Gehraiyaan'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકાનો બોલ્ડ અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા. તે જ સમયે, દીપિકાના ફાઈટર વિશે એવી આશાઓ પણ છે કે અભિનેત્રી આ ફિલ્મમાં પણ કંઈક નવીનતા લાવશે.

પ્રથમ વખત સ્ક્રીન પર સાથે નજર આવવા માટે તૈયાર દિપિકા પાદુકોણ અને હૃતિક રોશન, ઝડપી જ શરૂ થશે ફિલ્મ Fighterનું શુટિંગ
Deepika Padukone and Hrithik Roshan (File Image)
| Edited By: | Updated on: Feb 26, 2022 | 12:02 PM

હૃતિક રોશન (Hrithik Roshan) અને દિપિકા પાદુકોણ (Deepika Padukone) પ્રથમ વખત સાથે સ્ક્રીન શેયર કરવા માટે પુરી રીતે તૈયાર છે. બંને સ્ટાર્સ એક સાથે કામ કરશે તેવા સમાચાર ત્યારે સામે આવ્યા હતા, જ્યારે ‘સુપર 30’ સ્ટાર હૃતિક રોશનનો જન્મદિવસ હતો. અભિનેતાએ જન્મદિવસ પર આ ફિલ્મની જાહેરાત કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ઘણી ચર્ચા થઈ. હૃતિક રોશનના ફેન્સ ત્યારેથી લઈ અત્યાર સુધી આ ફિલ્મ વિશે જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હૃતિક-દિપિકાના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે, આ ફિલ્મ હવે ફ્લોર પર જવા માટે બિલકુલ તૈયાર છે.

ક્યારે ફ્લોર પર આવશે ફિલ્મ ‘ફાઈટર’?

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફિલ્મ ફાઈટર (Fighter) જૂનમાં ફ્લોર પર આવશે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ દિપિકા પાદુકોણ અને હૃતિક રોશન વર્ષ 2022માં જ જૂન મહિનામામં ફ્લોર પર આવશે. હૃતિક રોશન અને દિપિકા પોતાના પર ખુબ જ મહેનત કરી રહ્યા છે, કારણ કે આ એક એક્શન ફિલ્મ હશે. લોકડાઉનના પ્રતિબંધો હટાવ્યા બાદ હવે આ ફિલ્મને લઈને એવી યોજના છે કે ‘ફાઈટર’નું શૂટિંગ વિશ્વભરના શ્રેષ્ઠ સ્થળોએ કરવામાં આવશે. કોવિડના કારણે ફિલ્મનું શૂટિંગ ડિલે થયું હતું.

દિપિકા પાદુકોણ અને હૃતિક રોશન સિવાય આ અભિનેતા પણ છે ફિલ્મમાં

જણાવી દઈએ કે ફાઈટરમાં હૃતિક રોશન અને દિપિકા પાદુકોણ સિવાય અનિલ કપૂર પણ નજર આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મને આગામી વર્ષે 2023માં 26 જાન્યુઆરીની આસપાસ રિલિઝ કરવામાં આવી શકે છે. હૃતિક રોશનની ફિલ્મ ફાઈટર જોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મથી ટકરાશે. જ્યારથી ફાઈટરની જાહેરાત થઈ છે, દિપિકા અને હૃતિક રોશનની જોડીની તુલના ટોમ ક્રૂઝ અને એન્જલિના જોલીની સાથે કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણ ફિલ્મ ‘Gehraiyaan’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકાનો બોલ્ડ અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા. તે જ સમયે, દીપિકાના ફાઈટર વિશે એવી આશાઓ પણ છે કે અભિનેત્રી આ ફિલ્મમાં પણ કંઈક નવીનતા લાવશે.

આ પણ વાંચો: Top 5 News: સોનુ સૂદે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસને કરી વિનંતી, અરશદ વારસી રશિયા-યુક્રેન કટોકટીની પોસ્ટ પર થયા ટ્રોલ

આ પણ વાંચો: VIDEO : શાહરૂખના લાડલાનો સ્વૈગ વીડિયો થયો વાયરલ, આર્યનને જોઈને યુઝર્સને આવી ‘સલમાન’ની યાદ