રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા કાર્તિક અને કિયારા, ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નો ફર્સ્ટ લુક આઉટ

કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિલ્મ 'સત્ય પ્રેમ કી કથા'નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મમાં તેની સાથે શેરશાહ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ જોવા મળશે.

રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા કાર્તિક અને કિયારા, ફિલ્મ સત્ય પ્રેમ કી કથાનો ફર્સ્ટ લુક આઉટ
satya prem ki katha
| Edited By: | Updated on: Sep 03, 2022 | 6:31 PM

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનની (Kartik Aaryan) પાછલી ફિલ્મ ભૂલ ભુલૈયા બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ સાથે કાર્તિક વર્ષ 2022માં એવા કેટલાક એક્ટર્સમાંનો એક છે, જેમની ફિલ્મોએ ટિકિટ બારી પર બેસ્ટ કમાણી કરી છે. કાર્તિક આર્યન હવે ફરી એકવાર નવા અંદાજમાં જોવા મળશે. તેની ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નો (Satya Prem Ki Katha) ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. ફિલ્મમાં તેની સાથે શેરશાહ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ જોવા મળશે. કાર્તિક આર્યને તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર અને ફર્સ્ટ લુક શેર કર્યો છે.

સાથે જોવા મળશે કાર્તિક-કિયારા

હાલમાં જ કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. ફેન્સ પણ કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. જેમાં કાર્તિક અને કિયારા રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. બંને એકબીજાને ગળે લગાવી રહ્યાં છે.

ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતી વખતે કાર્તિક આર્યનને એક કેપ્શન પણ લખ્યું છે. તેને લખ્યું- ‘સત્તુ અને કથા. આજથી પ્રેમની કહાની શરૂ થઈ રહી છે. તેની આ પોસ્ટને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

નેપોટિઝમ પર ખુલીને કરી વાત

હાલમાં જ એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન કાર્તિક આર્યન એ નેપોટિઝમ સહિત તમામ મુદ્દાઓ પર વાત કરી હતી. તેને કહ્યું કે તે આજે પણ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. જ્યારે કોઈ મોટી જરૂરિયાત હોય ત્યારે જ હું બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરું છું. કાર્તિકે કહ્યું હતું કે જ્યારે લોકો પૈસા કમાવા લાગે છે ત્યારે તેઓ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાનું બંધ કરી દે છે પરંતુ મેં તેવું કર્યું નથી. તેને કહ્યું કે મારા પણ કેટલાક સપના હતા અને આજે પણ છે. તેને આઉટસાઈડર હોવાની પીડા શેર કરી. કાર્તિકે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મને સપોર્ટ કરનાર કોઈ નથી. પરંતુ આ ફિલ્મમાં કાર્તિક એક નવા રોલમાં જોવા મળશે.