Animal First Look : ફેન્સની રાહ થઈ પૂરી, આજે મધરાતે રિલીઝ થશે ‘એનિમલ’નો ફર્સ્ટ લૂક

રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ એનિમલનો (Animal) ફર્સ્ટ લૂક 31 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. એનિમલ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

Animal First Look : ફેન્સની રાહ થઈ પૂરી, આજે મધરાતે રિલીઝ થશે એનિમલનો ફર્સ્ટ લૂક
Animal
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 31, 2022 | 5:58 PM

રણબીર કપૂરની મચ એવેટેડ ફિલ્મ ‘એનિમલ’ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મેકર્સ એનિમલ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મનો ફર્સ્ટ લૂક 31 ડિસેમ્બરની મધરાતે એટલે કે આજે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એનિમલ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.

11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે ફિલ્મ એનિમલ

તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ટાઈટલની જાહેરાત બાદથી જ ફેન્સની નજર એનિમલ ફિલ્મ સાથે જોડાયેલા અપડેટ્સ પર હતી. ફિલ્મના મેકર્સે ટી-સીરિઝ, સિને1 સ્ટુડિયોઝ અને ભદ્રકાલી પિક્ચર્સ આ ફિલ્મના પહેલા લૂકને રિલીઝ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મના નિર્દેશન સાથે સંદીપ રેડ્ડી વાંગાએ આ ફિલ્મને લખી પણ છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. રણબીર કપૂર આ ફિલ્મમાં એકદમ અલગ અવતારમાં જોવા મળશે.

આ ફિલ્મ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી-સિરીઝ, મુરાદ ખેતાનીના સિને1 સ્ટુડિયો અને પ્રણય રેડ્ડી વાંગાના ભદ્રકાલી પિક્ચર્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સિવાય અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મમાં જોવા મળશે સ્ટાર્સ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર પાસે ‘Tu Jhoothi Main Makkaar’ ફિલ્મમાં જોવા મળશે, જેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ સિવાય રણબીર પાસે ‘બ્રહ્માસ્ત્ર’ની અપકમિંગ સિક્વલ પણ છે. આ સિવાય રશ્મિકા મંદાના પાસે મિશન મજનુ ફિલ્મ છે, આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. આ ફિલ્મ 19 જાન્યુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.