અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાનાની ‘Good Bye’નો પહેલો લુક રીલીઝ થયો, જાણો શું છે આ ફિલ્મની વાર્તા?

તમને જણાવી દઈ કે નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આગામી ફિલ્મમાં એક સાથે જોવા મળશે. તેમની આગામી ફિલ્મ 'ગુડ બાય' (Good Bye)નો પહેલો લુક રીલીઝ થયો છે.

અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાનાની Good Byeનો પહેલો લુક રીલીઝ થયો, જાણો શું છે આ ફિલ્મની વાર્તા?
First Look Of Good Bye
| Edited By: | Updated on: Sep 05, 2022 | 11:05 PM

સદીના મહાનાયક અને બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલ સોશિયલ મીડિયા પર પોતાના કામને કારણે ભારે ચર્ચામાં છે. આટલી ઉંમરમાં પણ તેઓ કોઈ યુવાનની જેમ બેક ટૂ બેક પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ ગુજરાતી ફિલ્મ ‘ફ્કત મહિલાઓ માટે’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. કોરોનાના કારણે થોડા દિવસ પહેલા તેમણે કામમાંથી બ્રેક લીધો હતો. સારવાર બાદ તેઓ ફરી કામ પર પાછા ફર્યા હતા. હાલ તેઓ kbcના શૂટિંગમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈ કે નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આગામી ફિલ્મમાં એક સાથે જોવા મળશે. તેમની આગામી ફિલ્મ ‘ગુડ બાય’ (Good Bye)નો પહેલો લુક રીલીઝ થયો છે.

સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આગામી ફિલ્મ ગુડબાયનું પહેલું પોસ્ટર શેયર કર્યું છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે “પરિવારનો સપોર્ટ સૌથી ખાસ હોય છે, જ્યારે કોઈ નજીક ન હોય ત્યારે પણ તેમની લાગણી રહે છે”. આ સાથે તેમણે રેડ હાર્ટ ઈમોજી મુક્યુ છે. ફિલ્મની રીલીઝ ડેટનો ખુલાસો કરતા તેમણે કહ્યું છે કે રશ્મિકા મંદાના સાથેની તેમની ફિલ્મ આવતા મહિને 7 ઓક્ટોબરે રીલીઝ થશે.

અમિતાભ બચ્ચનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

ગુડ બાયનું બીજું પોસ્ટર

 

આજે અમિતાભ બચ્ચને આજે પોતાની આગામી ફિલ્મનું બીજું પોસ્ટર પણ રીલીઝ કર્યુ છે. આ પોસ્ટરમાં આખી ફેમિલી દેખાઈ રહી છે. આ ફિલ્મમાં કામ કરી રહેલા કલાકારો આ પોસ્ટરમાં જોવા મળ્યા હતા. આ પોસ્ટરને પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
ગુડ બાય મૂવીની વાર્તાનો આધાર અમિતાભ બચ્ચનના કેપ્શન પરથી લગાવી શકાય છે. તેમના કેપ્શન પરથી એવો સંકેત મળે છે કે આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ હશે. જેમાં કદાચ રશ્મિકા મંદાના તેમની પુત્રીનો રોલ કરશે અને અમિતાભ બચ્ચન પિતાનો રોલ નિભાવશે. તેમના ફિલ્મના પોસ્ટર પરથી પણ આનો જ સંકેત મળી રહ્યો છે. રશ્મિકા નેશનલ ક્રશ હોવાની સાથે સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી છે. તે હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જ્યારે અમિતાભ વર્ષોથી બોલિવૂડ પર પોતાનો પ્રભાવ છોડી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ બન્નેનો અભિનય અને ફિલ્મની વાર્તા કેટલી દમદાર હશે.

Published On - 10:20 pm, Mon, 5 September 22