FIFA 2022: નોરા ફતેહીએ ત્રિરંગો ઊંધો લહેરાવ્યો, ફેન્સે મચાવ્યો હોબાળો, Video થયો વાયરલ

|

Dec 02, 2022 | 11:00 PM

નોરા ફતેહી ટ્રોલ થઈ રહી છે. નોરા ફતેહી (Nora Fatehi) પર ફીફા વર્લ્ડ કપ 2022 ફેન ફેસ્ટિવલમાં ત્રિરંગાને ખોટી રીતે પકડવાનો, લહેરાવવાનો અને તેનું અપમાન કરવાનો આરોપ છે. નોરા ત્રિરંગાને પકડીને લહેરાવતી જોવા મળી હતી જાણે કે તે દેશનો ત્રિરંગો નહીં પણ સ્કાર્ફ હોય.

FIFA 2022: નોરા ફતેહીએ ત્રિરંગો ઊંધો લહેરાવ્યો, ફેન્સે મચાવ્યો હોબાળો, Video થયો વાયરલ
Nora Fatehi
Image Credit source: Instagram

Follow us on

નોરા ફતેહીના ધમાકેદાર ડાન્સ અને ગ્લેમરસ લુકની દુનિયાભરમાં ચર્ચા થાય છે. નોરાની આ પોપ્યુલારિટીને કારણે તેને કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022માં પરફોર્મ કરવાની તક મળી. ફિફા વર્લ્ડ કપ 2022ના ફેન ફેસ્ટિવલમાં નોરાએ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. નોરાએ સ્ટેજ પર ત્રિરંગો લહેરાવતી વખતે જય હિંદના નારા પણ લગાવ્યા હતા. પરંતુ આ દરમિયાન નોરા ફતેહીએ એક મોટી ભૂલ કરી, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. ફેન્સ તેના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

નોરાએ ઊંધો લહેરાવ્યો ત્રિરંગો

વીડિયોમાં નોરા ફતેહી કહે છે – ભારત ભલે ફિફા વર્લ્ડ કપમાં ન હોય, પરંતુ અમે આ ફેસ્ટનો એક ભાગ છીએ. અમારા મ્યુઝિકથી અને ડાન્સથી. નોરાની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો એક્સાઈટેડ થઈ જાય છે. નોરાની સાથે ત્યાં હાજર દર્શકો પણ જય હિંદના નારા લગાવે છે. સ્ટેડિયમમાં ઈન્ડિયા, ઈન્ડિયાના નારા લગાવવામાં આવે છે. નોરાનો ત્રિરંગો લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર શેયર થઈ રહ્યો છે પણ તેને ત્રિરંગો ઊંધો લહેરાવ્યો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ટ્રોલ થઈ નોરા ફતેહી

નોરા પર ત્રિરંગો ખોટી રીતે પકડવાનો, તેને લહેરાવવાનો અને તેનું અપમાન કરવાનો ફેન્સ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા નોરાને સ્ટેજ પર ફેંકીને ત્રિરંગો આપવામાં આવ્યો હતો. નોરા ફતેહી સ્ટેજ પર પડેલા ધ્વજને ઊંચકતી અને તેને લહેરાવતી જોવા મળી હતી કે જાણે તે દેશનો ત્રિરંગો નહીં પણ સ્કાર્ફ હોય. ત્યારબાદ નોરા ફતેહીએ ત્રિરંગો ઊંધો લહેરાવ્યો. તેને સ્કાર્ફની જેમ લહેરાવીને પોતાની આસપાસ વીંટાળી દીધો. નોરાએ જે રીતે સ્ટેજ પરથી નીચે ઉભેલા વ્યક્તિને ત્રિરંગો પરત કર્યો તેની પણ ટીકા થઈ રહી છે.

નોરા ફતેહી ત્રિરંગો ખોટો પકડીને ઊંધો લહેરાવ્યો હતો, ત્યારબાદ વિવાદમાં આવી ગઈ છે. યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ત્રિરંગો ખોટો પકડાયો છે. અન્ય યુઝરે લખ્યું – ત્રિરંગો આપવાની રીત ખૂબ જ ખોટી હતી. તે ત્રિરંગાનું અપમાન કરવા જેવું હતું. બીજા અન્ય યુઝરે લખ્યું- નોરા ત્રિરંગાનું સન્માન કરતી નથી. નોરાએ ત્રિરંગાનું અપમાન કર્યું. યુઝરના કહેવા પ્રમાણે નોરાને એ પણ ખબર નથી કે ત્રિરંગો કેવી રીતે લહેરાવવો. આ અપમાનજનક છે. નોરા ફતેહીના આવા કૃત્યથી લોકો ખૂબ જ નિરાશ છે. ટ્રોલિંગ પર હજુ સુધી નોરા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Published On - 10:59 pm, Fri, 2 December 22

Next Article