અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની સ્પીચ અને હિન્દી સાંભળીને ચોંકી ગયા ફેન્સ, લોકો કરી રહ્યા છે વખાણ, જુઓ Video

|

Jun 21, 2023 | 9:08 PM

બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાનો (Navya Naveli Nanda) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે આ વીડિયોમાં લીગલ એવરનેસ, ઘરેલુ હિંસા અને હેલ્થ કેર વિશે વાત કરી છે. ફેન્સ તેના શબ્દોથી ઈમ્પ્રેસ થઈ ગયા છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની સ્પીચ અને હિન્દી સાંભળીને ચોંકી ગયા ફેન્સ, લોકો કરી રહ્યા છે વખાણ, જુઓ Video
Navya Naveli Nanda

Follow us on

Mumbai: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. નવ્યા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. નવ્યા એક બિઝનેસવુમન છે અને મહિલાઓ માટે કામ કરે છે. આ સાથે નવ્યાના પોડકાસ્ટ પણ આવે છે.

નવ્યા ઘણી વખત ખૂબ જ સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળી છે. હવે તેની સાદગી અને સમજણ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પણ જોવા મળે છે. નવ્યાના આ ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નવ્યાની હિન્દી સ્પીચ સાંભળીને સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન થઈ ગયા છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં નવ્યાની હિન્દી સાંભળીને લોકો ઈમ્પ્રેસ થઈ ગયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યુથને મોટિવેટ કરે છે નવ્યા નવેલી નંદા

નવ્યા નંદા હાલમાં જ સુપ્રિયા પોલના શો ‘ફિર ઝિદ્દી હી સહી’માં પહોંચી હતી, જ્યાં તેણે નાની ઉંમરમાં બિઝનેસ કરવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નવ્યા કહેતી જોવા મળે છે કે “એક વાત જે હું વારંવાર સાંભળું છું કે ‘તમે ઘણા નાના છો, તમને અનુભવ નથી.’ એક સવાલ હંમેશા ઉઠે છે કે ‘અરે, તમારી ઉંમર તો 25 વર્ષની છે’ તમને જીવન વિશે કેટલો અનુભવ છે? તો તમે આ વસ્તુઓ વિશે કેવી રીતે કામ કરી શકો?’ તમે હેલ્થકેર, લીગલ અવેરનેસ, ડોમેસ્ટિક વાયલેન્સ જાણો છો.

નવ્યાએ આગળ કહ્યું કે, “હું હંમેશા વિચારું છું કે જો હું 80 વર્ષ સુધી કંઈક કરવા માટે રોકાઈશ તો દુનિયાનું શું થશે? આપણા દેશમાં 20 થી 30 વર્ષની મેજોરિટી 80 ટકા છે. જો આપણે બધા પચાસ વર્ષ સુધી કંઈપણ કરવા રાહ જોઈશું, તો આ પેઢીનું શું થશે? પરિવર્તન કોણ લાવશે? મને લાગે છે કે આજે જે નવી પેઢી આવી છે તે આટલી નાની ઉંમરે ઘણું જ્ઞાન ધરાવે છે. આપણે તેમને ઓછું ન આંકવું જોઈએ, કારણ કે આપણે ઘણું કરવા સક્ષમ છીએ.

નવ્યાના થઈ રહ્યા છે વખાણ

નવ્યાના આ શબ્દો સાંભળીને ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, “તમે આ ઉંમરે ખૂબ જ મેચ્યોર છો. બુદ્ધિશાળી છો. તમે જે કરી રહ્યા છો તે સારું કામ છે. એક યુઝરે લખ્યું છે કે “બોલિવુડમાંથી કોઈ એવી વ્યક્તિ જે ખરેખર નોલેજ ધરાવે છે.

આ પણ વાંચો : સંજય દત્તે પાપારાઝી પાસે કરી માગ, યુઝર્સે કહ્યું- અજય દેવગન પાસે મળશે, જુઓ Viral Video

કેટલાક લોકો નવ્યાની હિન્દીથી ઈમ્પ્રેસ થયા અને કહ્યું, “નવ્યાની હિન્દી ખૂબ જ અમેઝિંગ છે. આવું જ સારું કામ કરતા રહો. જે માતા-પિતા તેમના બાળકોને ઓછામાં ઓછી તેમની માતૃભાષા શીખવતા નથી તેમને હું સમજી શકતો નથી. એક યુઝરે લખ્યું કે, “એક વ્યક્તિ જે બોલિવુડ સાથે સંબંધ ધરાવે છે અને નોલેજ ધરાવે છે.” આ રીતે લોકો નવ્યાના વખાણ કરી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article