Rekha Vogue Arabia Cover : માંગમાં સિંદૂર, ગળામાં ભારે ભરખમ નેકલેસ, વોગ અરેબિયાના કવર પેજ પર છવાઈ 68 વર્ષની રેખા

Rekha On Vogue Arabia Cover Page : પ્રખ્યાત અભિનેત્રી રેખા વોગ અરેબિયાના કવર પેજ પર જોવા મળી છે. તેના ફોટોશૂટની ઘણી તસવીરો વોગ અરેબિયાએ તેના પેજ પર શેર કરી છે.

Rekha Vogue Arabia Cover : માંગમાં સિંદૂર, ગળામાં ભારે ભરખમ નેકલેસ, વોગ અરેબિયાના કવર પેજ પર છવાઈ 68 વર્ષની રેખા
Rekha Vogue Arabia Cover
| Edited By: | Updated on: Jul 04, 2023 | 9:33 AM

Rekha On Vogue Arabia Cover Page : ફિલ્મ અભિનેત્રી રેખા દિવસે દિવસે વધુ સુંદર બની રહી છે. 68 વર્ષની રેખાની ફિટનેસ શાનદાર છે. હવે રેખાએ ફરી એકવાર આ વાત સાબિત કરી છે. રેખા વોગ અરેબિયાના કવર પેજ પર દેખાઈ છે. ખાસ વાત એ છે કે કવર પેજ પરની એક તસવીરમાં રેખા પણ સિંદૂર લગાવેલી જોવા મળે છે.

આ પણ વાંચો : Rekha birthday : પોતાના સેંથામાં કોના નામનું સિંદૂર ભરે છે રેખા? ધીમા અવાજે લેવામાં આવે છે બિગ બીનું નામ !

વોગ અરેબિયાના કવર પેજ પર રેખાનું આ ડેબ્યૂ છે અને તેણે પહેલીવાર ચાહકોનું દિલ જીત્યું છે. આ દરમિયાન રેખાએ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ડિઝાઇનર સાડી પહેરી હતી. વોગ અરેબિયાએ તેના પેજ પર આ કવર શૂટની ઘણી તસવીરો શેર કરી છે.

મેગેઝિન માટે કરાયેલા આ ફોટોશૂટ દરમિયાન રેખાએ પર્લ ગ્રે રંગની સિલ્ક સાડી પહેરી હતી. આ સાથે તેણે ચમકતો ડાયમંડ નેકલેસ પહેર્યો છે. આ સાથે કાનમાં ડાયમંડ ટોપ અને વીંટી પણ પહેરેલી જોવા મળે છે. તેની નશિલી આંખો તેના દેખાવને વધુ અદ્ભુત બનાવી રહી છે. સાથે સિંદૂરનું તો શું કહેવું..!!.

ઘણી વાર લગાવી ચૂકી છે સિંદૂર

આ પહેલીવાર નથી જ્યારે રેખા માંગમાં સિંદૂર સાથે પહેરેલી વાર જોવા મળી હોય. આ પહેલા પણ તે અનેક પ્રસંગોએ સિંદૂર પહેરેલી જોવા મળી છે. રેખા ઘણી વખત પાર્ટીઓ અને લગ્નોમાં પણ સિંદૂર કરેલી જોવા મળી હતી. નોંધપાત્ર વાત એ છે કે રેખા ફિલ્મોમાં ઘણી સફળ રહી હતી, પરંતુ તેમનું અંગત જીવન તેનાથી ખૂબ જ વિપરીત હતું.

રેખાના જીવનમાં ઘણા લોકો આવ્યા. પરંતુ કોઈની સાથેની તેની સફર લાંબો સમય ચાલી નહીં. ત્યારબાદ 1990માં રેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને લગ્નના લગભગ સાત મહિના પછી જ મુકેશે આત્મહત્યા કરી લીધી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો