Drugs Case: કરણ જોહરે NCBને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો શું કહ્યું

|

Dec 18, 2020 | 11:12 PM

NCBએ ગુરૂવારે કરણ જોહરને (Karan Johar) સમન્સ પાઠવ્યુ હતું.  તેની 2019ની પાર્ટીના વાયરલ વીડિયો પર નોટિસ મળ્યા પછી શુક્રવારે કરણે તેના વકીલના માધ્યમે જવાબ પાઠવ્યો છે.

Drugs Case: કરણ જોહરે NCBને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો શું કહ્યું
Karan Johar (File Image)

Follow us on

NCBએ ગુરૂવારે કરણ જોહરને (Karan Johar) સમન્સ પાઠવ્યુ હતું.  તેની 2019ની પાર્ટીના વાયરલ વીડિયો પર નોટિસ મળ્યા પછી શુક્રવારે કરણે તેના વકીલના માધ્યમે જવાબ પાઠવ્યો છે. ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તેની 2019ની પાર્ટી  દ્વારા વાયરલ થયેલા વીડિયો અંગે નોટિસ ફટકાર્યા બાદ હવે તેનો જવાબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને આપ્યો છે. તપાસ એજન્સી હવે કરણ જોહર પાસેથી વિડિયો ફૂટેજની સચોટતા ચકાસવા માટે તેમને મળેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. કરણે કાયદાના પ્રોટોકોલને અનુસર્યો અને તરત જ તેના વકીલ દ્વારા સમન્સનો જવાબ મોકલ્યો.

Karan Johar (File Image)

NCBના સૂત્રો તરફથી જાણવા મળ્યૂં છે કે તેમને યુએસબી-ડ્રાઈવમાં ફિલ્મ નિર્માતા દ્વારા જવાબ મળ્યો છે,  જેમાં તેણે પાર્ટીમાં ડ્રગ્સના સેવનથી ઈન્કાર કર્યો છે. સાથે કરણે એ પણ કહ્યું છે કે જે મોબાઈલથી 2019ની પાર્ટીમાં વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો, તે ખોવાઈ ગયો છે. એનસીબી કરણને એ ફોન પણ સબમિટ કરવા કહ્યું હતું. હવે આ  ડ્રાઈવમાં કરણ જોહરના નિવેદનની યોગ્ય તપાસ અને ચકાસણી કરવામાં આવશે.

 

કરણને એનડીપીએસ એક્ટના 67 (બી) કલમ હેઠળ સમન અપાયું હતું. જેમાં જણાવાયું છે કે પૂછપરછ માટે તેને પર્સનલી હાજર રહેવાની જરૂર નથી, પરંતુ તે માટે સહકાર આપવો પડશે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો બોલીવુડ પાર્ટીનો છે, જે કરણે જૂલાઈ 2019માં તેના ઘરે યોજી હતી. આ પાર્ટીમાં દીપિકા પાદૂકોણ, શાહીદ કપૂર, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, વિકી કૌશલ જેવા તમામ સિતારાઓ હાજર હતા.

આ પણ વાંચો: ISRO પિક્સેલ-ઈન્ડિયા સ્ટાર્ટઅપનો સેટેલાઈટ લોન્ચ કરશે, ઘટનાઓની 24 કલાકમાં રિયલ ટાઈમ ઈમેજ મળશે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોત બાદ એક પછી એક બોલીવુડ હસ્તીઓના નામ સામે આવ્યા છે અને આ મામલે એનસીબી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, અર્જુન રામપાલ જેવા તમામ સિતારાઓની પૂછપરછ કરી ચુકી છે. હવે જોવુ એ રહ્યું કે આખરે આ તપાસમાં આગળ કયો નવો વળાંક આવે છે.

Published On - 11:06 pm, Fri, 18 December 20

Next Article