Dream Girl 2 Teaser: ‘દિલ કા ટેલિફોન’ વાગવા માટે તૈયાર છે ‘ડ્રીમ ગર્લ’, લાલ સાડીમાં જોવા મળ્યો આયુષ્માન ખુરાના, જુઓ Video

|

Jul 31, 2023 | 6:04 PM

Dream Girl 2: 'ડ્રીમ ગર્લ 2'ના નવા પોસ્ટર બાદ હવે ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. અનન્યા પાંડે (Ananya Pandey) અને આયુષ્માન ખુરાનાના (Ayushmann Khurrana) આ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

Dream Girl 2 Teaser: દિલ કા ટેલિફોન વાગવા માટે તૈયાર છે ડ્રીમ ગર્લ, લાલ સાડીમાં જોવા મળ્યો આયુષ્માન ખુરાના, જુઓ Video
Dream Girl 2 Teaser
Image Credit source: Social Media

Follow us on

Dream Girl 2: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું શાનદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. આયુષ્માન ખુરાના ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’માં પૂજા નામની છોકરીના રોલમાં જોવા મળશે. આયુષ્માન ખુરાના પૂજા બનીને ‘પઠાણ’ – શાહરૂખ ખાન, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ – સલમાન ખાન અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ – રણવીર સિંહ સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો છે. પૂજા લાલ સાડીમાં પોતાની અદા બતાવતી જોવા મળી રહી છે. ટીઝર પહેલા ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ના આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફેન્સ બંનેના લુકને પસંદ કરી રહ્યા છે, જેને જોઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે.

ફિલ્મ ડ્રીમ ગર્લ 2 નું પોસ્ટર

પોસ્ટરમાં અનન્યા પાંડે પરી અને આયુષ્માન ખુરાના પૂજાના લુકમાં જોઈ શકાય છે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે ફેન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કરીને સ્ટોરી કેવી હોઈ શકે તેની હિન્ટ આપી છે. અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાના ફિલ્મના પોસ્ટરમાં એકસાથે સુંદર લાગે છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

(VC: Ekta Kapoor Instagram) 

ફિલ્મ ડ્રીમ ગર્લ 2 નું ટીઝર

આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ના ફર્સ્ટ લૂક બાદ એક શાનદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મનું ટ્રેલર અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે વિશે પણ જાણકારી આપવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર 1 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થશે. આ ટીઝરમાં માત્ર આયુષ્માન ખુરાના ઉર્ફે પૂજા લાલ સાડીમાં જોવા મળી શકે છે. આ ફિલ્મ વર્ષ 2019માં આવેલી ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલ છે. પહેલા ભાગમાં આયુષ્માન ખુરાના સાથે નુસરત ભરૂચા લીડ રોલમાં હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણે કારમાં રણવીર સિંહ સાથે કર્યો જોરદાર ડાન્સ, Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ

‘ડ્રીમ ગર્લ 2’માં તમને કોમેડી, રોમાન્સ અને ડ્રામા જોવા મળશે. એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા નિર્મિત અને રાજ શાંડિલ્યા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે અનન્યા પાંડે લીડ રોલમાં છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:03 pm, Mon, 31 July 23

Next Article