
આયુષ્માન ખુરાના ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોમાંથી એક છે, જેની ફિલ્મ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો ઓફબીટ ફિલ્મો કરવા માટે પ્રખ્યાત છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડૉક્ટર જી’ હવે OTT પર પણ આવવા જઈ રહી છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મેળવી શકી ન હતી. પરંતુ, હવે OTT પ્રેમીઓ પણ તેનો ભરપૂર આનંદ માણી શકશે. ચાલો જાણીએ ફિલ્મ ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે?
વાત કરીએ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. આયુષ્માન ખુરાનાની ડોક્ટર જી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ 11 ડિસેમ્બરના રોજ સ્ટ્રીમ થશે. તમને જણાવી દઈએ કે, 35 કરોડના બજેટમાં બનેલી ડોક્ટર જી સિનેમાધરમાં દર્શકોનો પ્રેમ મેળવવામાં નિષ્ફળ રહી છે. આ સાથે ફિલ્મે અંદાજે 40 કરોડ રુપિયાનું ક્લેક્શન કર્યું કર્યું છે જે ખુબ નિરાશાજનક આંકડા છે.
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ સ્ટોરી એક ડોક્ટરની છે જે ઓર્થોપેડિક્સમાં સ્પેશલલાઈઝેશન કરવા માંગે છે પરંતુ અંતે તે મહિલા રોગ વિશેષજ્ઞ બની લોકોને હેરાન પરેશાન કરી દે છે. હવે એ જોવું રસપ્રદ હશે કે, ઓટીટી પ્લેટફોર્મ પર આષુષ્માનના પાત્રને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે.
આ ફિલ્મમાં આયુષ્માન ઉપરાંત રકુલ પ્રીત સિંહ, શેફાલી શાહ, શીબા ચઢ્ઢા અને ઈન્દ્રનેલ સેનગુપ્તા પણ મહત્વના રોલમાં છે. તેની કોમેડીની સાથે સાથે તેની જોરદાર એક્ટિંગે લોકોને અમુક અંશે આકર્ષ્યા છે. ફિલ્મ નિર્દેશક અનિભૂતિ કશ્યપે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. હવે લોકો OTT પર તેનું પ્રદર્શન જોવાની રાહ જોઈ રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાના ઈન્ડસ્ટ્રીમાં નવા વિષયો પર કામ કરવા માટે જાણીતો છે. આ પહેલા તેણે ઘણી એવી ફિલ્મો કરી છે જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. કેટલાક ચાહકો તો ફિલ્મ આયુષ્માનની એક્ટિંગ જોઈને જ આવે છે. હાલમાં, આયુષ્માન ખુરાના તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ડોક્ટરજી બાદ તે પોતાની ફિલ્મ એક્શન હીરોમાં વ્યસ્ત છે.