વિવેક અગ્નિહોત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં માફી માંગી, ગૌતમ નવલખાના જામીન કેસમાં જજ પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

|

Dec 06, 2022 | 2:38 PM

Vivek Agnihotri Remarks Row: વિવેક અગ્નિહોત્રીએ મંગળવારના રોજ જસ્ટિસ એસ મુરલીધર પર કરેલા પોતાના વિવાદિત ટ્વિટને લઈ દિલ્હી હાઈકોર્ટેની માફી માંગી છે.

વિવેક અગ્નિહોત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં માફી માંગી, ગૌતમ નવલખાના જામીન કેસમાં જજ પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
Vivek Agnihotri
Image Credit source: Instagram

Follow us on

Vivek Agnihotri Apology: ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ મંગળવારના રોજ જસ્ટિસ એસ મુરલીધર પર આપેલા પોતાના વિવાદિત કોમેન્ટને લઈ દિલ્હી હાઈકોર્ટેની માફી માંગી છે. કોર્ટે ભીમા કોરેગાંવ મામલે એક્ટિવિસ્ટ ગૌતમ નવલખાના હાઉસ એરેસ્ટ અને ટ્રાન્ઝિટ રિમાન્ડને રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરી જસ્ટિસ એસ મુરલીધર પર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે હાઈકોર્ટે વર્ષ 2018માં સુઓ મોટુ લીધો હતો અને ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી.

મંગળવારે, જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ તલવંતની ડિવિઝન બેંચની કોર્ટમાં, વિવેક અગ્નિહોત્રીએ એક અરજી દાખલ કરી અને આ મામલે હાજર રહેવાની પરવાનગી માંગી, જે સુઓ મોટોની કાર્યવાહી છે.

23 માર્ચે થશે આગામી સુનાવણી

વિવેક તરફથી એ એપ્લિકેશન ત્યારે લગાવવામાં આવી છે જ્યારે કોર્ટે વિવેક અગ્નિહોત્રી, સ્વરાજ્ય ન્યુઝ પોર્ટલ અને આનંદ રંગનાથન વિરુદ્ધ એકતરફી કાર્યવાહી શરુ કરવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે હવે 23 માર્ચે 2023ના રોજ આગામી સુનાવણી થશે. અદાલતે વિવેક અગ્નિહોત્રીને નિર્દેશ આપ્યો છે કે, તે આગામી સુનાવણી પર કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

સુનાવણી દરમિયાન શું થયું?

આજે સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરીએ કોર્ટને જણાવ્યું હતું કે, વિવેક અગ્નિહોત્રી દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટ અને ટ્વિટરના જવાબમાં તફાવત છે. એમિકસ ક્યુરીએ કોર્ટને માહિતી આપી હતી કે વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો છે કે, તેમણે તેમની ટ્વિટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ટ્વિટરે પોતાના જવાબમાં કહ્યું કે, તેણે માઇક્રોબ્લોગિંગ સાઇટ પરથી ટ્વીટ્સ દૂર કરી છે. અગ્નિહોત્રીના વકીલે કોર્ટને કહ્યું કે તેઓ પૂછપરછ કરશે

કોણ છે જસ્ટિસ એસ મુલીધર ?

જસ્ટિસ એસ મુરલીધર વર્ષે 2006થી લઈ માર્ચે 2020 સુધી દિલ્હી હાઈકોર્ટેનો જજ રહ્યા હતા. ત્યારબાદ તે પંજાબ અને હરિયાણાના હાઈકોર્ટમાં જજ રહ્યા. જસ્ટિસ મુરલીધર હાલમાં ઓડિશા હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ છે. તમને જણાવી દઈએ કે, જસ્ટિસ મુરલીધરે દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. તેમણે 1984માં ચેન્નાઈથી વકીલાતની શરુઆત કરી હતી. તે 2 વખત સુપ્રીમ કોર્ટેના લીગલ સર્વિસ કમીટીના સક્રીય સભ્ય પણ રહી ચૂક્યા છે.

Next Article