RRRએ વિદેશી ભાષાના 3 શ્રેષ્ઠ એવોર્ડ જીત્યા, વિદેશી ધરતી પર ધૂમ મચાવી રહી છે ફિલ્મ

|

Dec 21, 2022 | 10:35 AM

RRR Awards : એસએસ રાજામૌલીની ફિલ્મ RRR વિદેશમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને 28મા વાર્ષિક ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં પાંચ નોમિનેશન મળ્યા, જેમાંથી તેણે ત્રણ જીત્યા છે.

RRRએ વિદેશી ભાષાના 3 શ્રેષ્ઠ એવોર્ડ જીત્યા, વિદેશી ધરતી પર ધૂમ મચાવી રહી છે ફિલ્મ
RRR
Image Credit source: Social Media

Follow us on

RRR બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ : સાઉથની ફિલ્મ RRR વિદેશની ધરતી પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મને સાઉથ બાદ બોલિવૂડમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે આ ફિલ્મ વિદેશોમાં પણ કમાલ બતાવી રહી છે. નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ 3 ઇન્ટરનેશનલ એવોર્ડ જીત્યા છે. RRR એ ફિલાડેલ્ફિયા ફિલ્મ ક્રિટીક્સ સર્કલ એન્યુઅલ એવોર્ડ્સમાં 3 એવોર્ડ જીત્યા છે. RRR એ ત્રણ કેટેગરીમાં ત્રણ એવોર્ડ જીત્યા છે – શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ, શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી અને શ્રેષ્ઠ સ્કોર/સાઉન્ડટ્રેક.

RRRએ 3 એવોર્ડ જીત્યા

RRR એ તેના ઓફિશિયલ ટ્વિટર પરથી એક ટ્વીટમાં આ માહિતી આપી છે અને લખ્યું છે- “અમને 3 ટ્રોફી #RRRForOscars #RRRMovie સાથે એનાયત કરવા બદલ @PhilaFCC તમારો આભાર”. ફિલ્મની આ સફળતા બાદ ઘણા ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

RRR વિદેશમાં અદ્ભુત પ્રદર્શન કરી રહ્યું છે

RRRને સમગ્ર વિશ્વમાં સફળતા અને પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 1,200 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે વિદેશમાં પણ ફિલ્મનો દબદબો રહ્યો છે. RRR એ 1920ના દાયકા પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. ફિલ્મમાં સાઉથ એક્ટર રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. આ સિવાય આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ મહત્વના રોલમાં છે. RRR વિશ્વભરમાં માર્ચમાં તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

RRRએ 2 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા

આ ફિલ્મે તાજેતરમાં 28મા વાર્ષિક ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં પાંચ નોમિનેશન મેળવ્યા હતા, જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ, બેસ્ટ સોંગ અને બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સનો સમાવેશ થાય છે. RRRએ 2 ગોલ્ડન ગ્લોબ નોમિનેશન પણ મેળવ્યા છે. વિશ્વની ટોચની 50 ફિલ્મોની યાદીમાં RRR નવમા નંબરે છે. સાઉથની આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

Next Article