Chamkila Teaser: દિલજીત દોસાંજની ફિલ્મ ચમકીલાનું ટીઝર થયું રિલીઝ, પંજાબી સિંગરની હત્યા પર બની છે ફિલ્મ

Chamkila Teaser: દિલજીત દોસાંજની (Diljit Dosanjh) ફિલ્મ ચમકીલાનું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ પંજાબના પ્રખ્યાત સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે જેમની 27 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી.

Chamkila Teaser: દિલજીત દોસાંજની ફિલ્મ ચમકીલાનું ટીઝર થયું રિલીઝ, પંજાબી સિંગરની હત્યા પર બની છે ફિલ્મ
Chamkila Teaser
Image Credit source: Social Media
| Edited By: | Updated on: May 30, 2023 | 9:28 PM

Punjab: પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અને બોલીવુડ ફિલ્મોમાં જોવા મળતા એક્ટર-સિંગર દિલજીત દોસાંજની (Diljit Dosanjh) ફિલ્મનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મ પંજાબી સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર બની છે. આમાં દિલજીત દોસાંજ પાઘડી વગર જોવા મળી રહ્યો છે. દિલજીત દોસાંજને ફેન્સ પહેલીવાર બિગ સ્ક્રીન પર પાઘડી વગર જોઈ રહ્યા છે.

ફિલ્મનું ટીઝર નેટફ્લિક્સ પર શેર કરવામાં આવ્યું છે. તેમાં જોઈ શકાય છે કે સિંગર અમર સિંહ ચમકીલાની પોપ્યુલારિટી પંજાબના લોકોમાં વધુ છે અને તેના એક શોમાં કેટલી ભીડ જોવા મળે છે. અમરના ગીતો સાંભળવા માટે લોકોમાં ઉત્સાહ છે અને પંજાબમાં તેનું કેટલું સન્માન હતું તે પણ ટીઝરમાં જોઈ શકાય છે.

ટીઝર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે ફેન્સ

આ ટીઝરની સાથે કેપ્શનમાં લખ્યું છે – જે નામ વર્ષોથી તમારા દિલ અને દિમાગમાં રહેલું છે હવે તમારી સામે આવ્યું છે. પંજાબના સૌથી વધુ રેકોર્ડ સેલિંગ આર્ટિસ્ટ અમર સિંહ ચમકીલા ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવશે. ટીઝર રિલીઝ થતાની સાથે જ ફેન્સ પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તે એક લિજેન્ડ છે અને મને ખુશી છે કે તેમના પર ફિલ્મ બની રહી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે ફિલ્મ ખાસ લાગી રહી છે. દિલજીત દોસાંજ પહેલીવાર કોઈ ફિલ્મમાં પાઘડી વગર જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Anushka Sakshi Friendship : અનુષ્કા શર્મા અને ધોનીની પત્ની સાક્ષી નાનપણથી છે મિત્રો, એક જ સ્કૂલમાં ભણતી હતી, જુઓ તસવીરો

ઈમ્તિયાઝ અલીએ કર્યું છે નિર્દેશન

ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા દિલજીત દોસાંજની અપોઝિટ જોવા મળશે. ફિલ્મને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

કોણ હતા અમરસિંહ ચમકીલા?

તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપરાની આ ફિલ્મ પ્રખ્યાત પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. અમર સિંહ ચમકીલાએ 1980ના દાયકામાં પોતાના ગીતો અને સંગીતથી એક ખાસ ઓળખ બનાવી હતી. તેઓ પંજાબના પહેલા રોકસ્ટાર તરીકે ઓળખાય છે. 8 માર્ચ, 1988ના રોજ જ્યારે અમરસિંહ પોતાના પરફોર્મન્સ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. અમર સિંહ અને તેની પત્નીને કેટલાક બાઈક સવારોએ ગોળી મારી દીધી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો