AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે Dhurandhar મૂવીના ટાઇટલ ટ્રેક ‘Karvaan’ પાછળનો અસલી ચહેરો ? ‘કાશ્મીર ફાઇલ્સ’, ‘સુલતાન’ જેવી મૂવીમાં પણ કરી છે કમાલ, જુઓ Video

હાલમાં આવેલી ધુરંધર મૂવીએ પહેલા ધુરંધર 1 અને બાદમાં ધુરંધર 2 પાર્ટ વડે બૉલીવુડની દુનિયાને નવો વળાંક આપ્યો છે. પરંતુ 'ધુરંધર'ના સુપરહિટ ગીત "કારવાં" પાછળનો શક્તિશાળી અવાજ કોનો છે તે મોટાભાગના લોકો નહીં જાણતા હોય.

કોણ છે Dhurandhar મૂવીના ટાઇટલ ટ્રેક ‘Karvaan’ પાછળનો અસલી ચહેરો ? ‘કાશ્મીર ફાઇલ્સ’, ‘સુલતાન’ જેવી મૂવીમાં પણ કરી છે કમાલ, જુઓ Video
| Updated on: Apr 30, 2026 | 6:17 PM
Share

ફિલ્મ ધુરંધરના (Dhurandhar) સુપરહિટ ગીતો “કારવાં” પાછળનો અવાજ ગાયક શહજાદ અલી (Shahzad Ali) નો છે. તેમના શક્તિશાળી અને ભાવનાત્મક ગાયનની કારણે આ ગીતોએ દર્શકોમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

રાજસ્થાનના બિકાનેરના રહેવાસી શહજાદ અલીએ (Shahzad Ali) પોતાની સફર વિશે વાત કરતા એક રસપ્રદ વાત કહી છે. તેમના કહેવા મુજબ, “સંઘર્ષ જેવી કોઈ વસ્તુ નથી, ફક્ત સતત મહેનત કરવાની જરૂર છે.” તેમના આ વિચારથી સ્પષ્ટ થાય છે કે તેઓ સફળતાને સીધી રીતે મહેનત સાથે જોડે છે.

તેમણે અગાઉ “ધ કાશ્મીર ફાઇલ્સ” (The Kashmir Files) અને “સુલતાન” (Sultan) જેવી ફિલ્મોમાં પોતાના ગીતો દ્વારા પોતાનું નામ બનાવ્યું છે. “આંધી બને આયા” માં, તેમની ઉર્જા અને ઉચ્ચ સ્વર ગીતને એક અલગ જ સ્તરે લઈ જાય છે.

એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને પોતાનો અવાજ જ ગમતો ન હતો. છતાં પણ તેમણે હાર માન્યા વગર સતત પોતાની ઉપર કામ કર્યું. સમય જતાં આ જ મહેનત તેમની સૌથી મોટી તાકાત બની અને આજે તેઓ પોતાના અવાજ માટે ઓળખાય છે.

શહજાદ અલી (Shahzad Ali) જણાવે છે કે ફિલ્મ ધુરંધરનું ગીત “ઇશ્ક જલકાર – કારવાં” તેમની કારકિર્દી માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું. આ ગીત માટે તેમણે ખૂબ મહેનત કરી હતી જેથી લોકો તેની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકે.

તેમના મતે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે કોઈ ખાસ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી નથી. સાચી પ્રતિભા અને સખત મહેનત જ વ્યક્તિને આગળ લઈ જાય છે.

આજે શહજાદ અલી પોતાના અનોખા અને શક્તિશાળી અવાજથી બોલિવૂડમાં અલગ ઓળખ બનાવી ચૂક્યા છે, અને તેમના ગીતો લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી રહ્યા છે.

શું 18 વર્ષ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી રહ્યા છે ‘બાપુજી’! જાણો હકીકત

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">