
રણવીર સિંહની ધુરંધરે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. મલ્ટીસ્ટાર ફિલ્મે બોક્સ ઓફિસ પર ભારતમાં 150 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. આખી ફિલ્મમાં જો કોઈની વધારે ચર્ચા થઈ રહી હોય તો તે છે. 50 વર્ષના અભિનેતા અક્ષય ખન્ના જે રહમાન ડકૈત બની શાનદાર એક્ટિંગ કરી છે. તેના ચાહકો મોટી સંખ્યામાં છે. અભિનેતાના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ પણ થઈ રહ્યા છે. આ વચ્ચે તેની વાયરલ ડાન્સ ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર રીલ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે 36 વર્ષ જુના ડાન્સની કોપી કરી છે.
ધુરંધરમાં અક્ષય ખન્નાએ જે ડાન્સ કર્યો છે. તે કોઈએ કોરિયોગ્રાફ કર્યો નથી. ખુદ અભિનેતાએ શૂટિંગના સમયે ડાન્સ કર્યો છે અને હવે આ ડાન્સ ચાહકોમાં ફેવરિટ બન્યો છે. પરંતુ આ ડાન્સ સ્ટેપ પિતા વિનોદ ખન્ના સાથે મળી રહ્યો છે. 36 વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાનના લાહૌરમાં જે ડાન્સ વિનોદ ખન્નાએ કર્યો છે. તે સમયે કેટલાક પાકિસ્તાની ક્રિકેટરો પણ સામેલ હતા. આવો જ ડાન્સ સ્ટેપ દીકરા અક્ષય ખન્નાએ કર્યો છે.
સોશિયલ મીડિયા પર વિનોદ ખન્નાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બ્લેક કોટ અને પેન્ટમાં જોવા મળી રહ્યા છે. જે રીતે સ્ટેપ કરે છે. જેની લોકોને રહમાન ડકૈત (અક્ષય ખન્નાનો) વાયરલ ડાન્સ યાદ આવી જાય છે. જેના ખુબ વખાણ પણ કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પિતા વિનોદ ખન્નાના સ્ટેપ જે રીતે કર્યો છે તે પિતાની જેમ એન્જોય કરતા જોવા મળી રહ્યો છે.
Vinod Khanna and Javed Miandad encouraging Imran Khan to join them on the dance floor at a concert in Lahore, 1989.
Akshaye Khanna has copied his father in Dhurandhar.#dhurandhar #AkshayeKhanna#VinodKhanna pic.twitter.com/PfbjP9H7L8— ❥⏤⧉⃞•⃝ꪾ=❥ (@heartless_boy2) December 9, 2025
આ વાયરલ વીડિયો પાકિસ્તાનના લાહૌરનો છે. જ્યારે 1989માં એક ચેરિટી કોન્સર્ટ થયો હતો. આ દરમિયાન વિનોદ ખન્ના, રેખા, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને ક્રિકેટર ઝાવેદ મિયાંદાદ પણ અભિનેતાની સાથે ડાન્સ કરતા જોવા મળ્યો હતો. આ જુનો વીડિયો એક વખત ફરી ચર્ચામાં આવ્યો છે કારણ કે, ધુરંધરમાં અક્ષય ખન્નાનો એક એન્ટ્રી સીન વાયરલ થઈ રહ્યો છે. લોકો અક્ષય ખન્નાના ખુબ વખાણ પણ કરી રહ્યા છે.
બોર્ડ પાર ચેરિટી ઈવેન્ટમાં ભાગ લેવા વિનોદ ખન્ના લાહૌર પહોંચ્યા હતા. જેનો એક સીન કેપ્ચર થયો છે. આ અક્ષય ખન્નાની એન્ટ્રી દરમિયાન દેખાડવામાં આવેલો ટ્રૈક FA9LA છે. જેને ગ્લફ બેસ્ડ હિપ હોપ આર્ટિસ્ટ ફિલપરાચીએ ગાયું હતુ. આ ફિલ્મની રિલીઝ બાદ ફરી પોપ્યુલર થયો છે.