ધક-ધક ગર્લે પતિ શ્રીરામ નેને સાથે કર્યા બાપ્પાના દર્શન, સામે આવ્યો વીડિયો

હવે 'પંચક'ની રિલીઝ પહેલા માધુરીએ 2 જાન્યુઆરીએ મંગળવારે તેના પતિ નેને સાથે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને ટ્રેડિશનલ કપડા પહેરેલા જોવા મળ્યા હતા.

ધક-ધક ગર્લે પતિ શ્રીરામ નેને સાથે કર્યા બાપ્પાના દર્શન, સામે આવ્યો વીડિયો
Madhuri Dixit
| Updated on: Jan 02, 2024 | 2:22 PM

હમણાં માધુરીની ફિલ્મ પંચક રિલીઝ થવાની છે. તેના માટે આ એકટ્રેસ બાપ્પાના દર્શન કરવા મંદિરે પહોંચી છે. જે તેણે તેના પતિ અને ડો.શ્રીરામ નેને સાથે મળીને બનાવ્યું છે. આ ફિલ્મ 5 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવાની છે. હવે ‘પંચક’ની રિલીઝ પહેલા માધુરીએ 2 જાન્યુઆરીએ મંગળવારે તેના પતિ નેને સાથે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને ટ્રેડિશનલ કપડા પહેરેલા જોવા મળ્યા હતા.

વીડિયો વાયરલ થઈ રહ્યો છે

સામે આવેલા વીડિયોમાં માધુરી અને ડો.નેને પોતાની કારમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. આ દરમિયાન ત્યાં હાજર અભિનેત્રીના તમામ ચાહકોએ તેને ઘેરી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માધુરી છેલ્લે 2022માં આવેલી ફિલ્મ ‘મઝા મા’માં જોવા મળી હતી. જે 2 ઓક્ટોબરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી. તેમાં ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને સિમોન સિંહે પણ ભૂમિકા નિભાવી હતી.

માધુરી દીક્ષિત છેલ્લે ફિલ્મ ‘મઝા મા’માં જોવા મળી હતી. જેમાં તેની એકટિંગ જોરદાર હતી. લોકોએ પણ વખાણી હતી. લોકો આ પોસ્ટ પર પણ કમેન્ટ્સ કરી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો