દિલ્હી પોલીસે ફરી જેકલીન ફર્નાન્ડીઝને પાઠવ્યું સમન્સ, આવતીકાલે ફરી થશે પૂછપરછ

બોલિવૂડની 2 અભિનેત્રીઓ હાલ ભારે ચર્ચામાં છે. ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહીની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે.

દિલ્હી પોલીસે ફરી જેકલીન ફર્નાન્ડીઝને પાઠવ્યું સમન્સ, આવતીકાલે ફરી થશે પૂછપરછ
Jacqueline Fernandez
Image Credit source: File photo
| Edited By: | Updated on: Sep 18, 2022 | 11:25 PM

બોલિવૂડની 2 અભિનેત્રીઓ હાલ ભારે ચર્ચામાં છે. ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહીની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. તેમને વારંવાર પૂછપરછ માટે ઈડી અને દિલ્હી પોલીસ દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે કાલે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ફરી જેકલીનને EOW ઓફિસ પહોંચવુ પડશે. સોમવારે દિલ્હી પોલીસની (Delhi Police) આર્થિક અપરાધ શાખા ફરી એકવાર અભિનેત્રીની પૂછપરછ કરશે. આ મામલામાં જેકલીનને અત્યાર સુધીમાં ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવી છે. અગાઉ EOWએ નોરા ફતેહી પાસેથી પણ તપાસ કરી હતી.

આ પહેલા જેકલીનની દિલ્હી પોલીસે 14 સપ્ટેમ્બરે લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી. મળતી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન જેકલીન બેચેન હતી. તેને લગભગ પોલીસ અધિકારીઓ દ્વારા 50 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા. કાલે ફરીથી સવારે 11 વાગ્યે તેની આ રીતે પૂછપરછ કરવામાં આવશે. રિપોર્ટસ અનુસાર ઠગ સુકેશ ચંદ્રશેખરની નજીકની પિંકી ઈરાનીની સામે જેકલીનને બેસાડીને સવાલ પૂછવામાં આવ્યા હતા. એકવાર તેની સામે ફેશન ડિઝાઈનર લીપીક્ષી સાથે પણ બેસાડવામાં આવી હતી.

આવતીકાલે ફરી જેકલીનની થશે પૂછપરછ

 

નોરા ફતેહીની પણ થઈ છે પૂછપરછ

આ કેસમાં જેકલીનની સાથે સાથે બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી પર મુશ્કેલીમાં મુકાઈ છે. આ મામલે ઈડીથી લઈને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ તેની 6-8 કલાક કડક પૂછપરછ કરી છે. તેમાં જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે સુકેશના ખોટા કામોમાં નોરાનો કેટલો હાથ હતો કે પછી તે કઈ રીતે સામેલ હતી. પૂથપરછ દરમિયાનના તેના નિવેદનની નોંધ રાખવામાં આવી છે.

તિહાડ જેલમાં બંધ છે ઠંગ સુકેશ ચંદ્રશેખર

જે ઠંગના કારણે આ બન્ને અભિનેત્રીઓ મુશ્કેલીમાં મુકાઈ છે તે મહાઠંગ સુકેશ ચંદ્રશેખર છે. તે 200 કરોડના મની મની લોન્ડરિંગ કેસમાં હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેની સાથે સાથે તેના વિરુધ 10થી વધારે અપરાધિક કેસ નોંધ્યા છે. આવનારા સમયમાં તેની મુશ્કેલી વધી શકે છે. લોભ, લાલચ અને વિકૃતિને કારણે તેણે આ સમય જોવાનો વારો આવ્યો છે.